સાબરકાંઠા જીલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આગામી અઢી વર્ષની ટર્મ માટેની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આજે નિર્ધારિત સમય મર્યાદામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના દાવેદારો દ્વારા પોતપોતાના ઉમેદવારી પત્રો સત્તાવાર રીતે રજૂ કરી દેવામાં આવ્યા છે. જીલ્લા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે સત્તાના સુકાન કોના હાથમાં જશે તેને લઈને અટકળોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. પક્ષના મોવડીમંડળ દ્વારા આખરી ઘડીએ જાહેર કરાયેલા નામો સાથે જ ફોર્મ ભરાતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ આંતરિક સમીકરણો અને બળવાના પ્રવાહોને રોકવા માટે રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સાબરકાંઠા જી. પંચાયત: પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી પત્રો ભરાયા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#sabarkantha
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગરમાં ₹21.81 હજારના ગાંજા-ચરસ સાથે 3 ઝડપાયા, 4 સામે NDPS હેઠળ ગુનો
8 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગરના બળેલી મિલ રોડ પર ઘરમાંથી રૂ.5.51 લાખના દાગીના અને રોકડ લઈ ફરાર
8 કલાક પહેલા
સાબરકાંઠાચાર કેસમાં સાદી કેદની સજા પામેલો ફરાર આરોપી હિંમતનગરથી ઝડપાયો
9 કલાક પહેલા
સાબરકાંઠાવિજયનગર ખાતે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે સ્વચ્છતા અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો
5 દિવસ પહેલા
