રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

સાબરકાંઠા; જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક હિંમતનગર ખાતે યોજાઇ

સાબરકાંઠા; જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક હિંમતનગર ખાતે યોજાઇ

આ બેઠકમાં ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી આદિજાતિ વિસ્તારમાં પંચાયતના મકાન અંગે, મનરેગા યોજનાના કામો વિશે પ્રશ્નો પૂછ્યા હતાં. હિંમતનગર ધારાસભ્ય વી.ડી ઝાલાએ નગરપાલિકા વિસ્તારમાં સમાવિત વિસ્તારો, ગ્રામ પંચાયતના મકાન, પ્રવાસન સ્થળ, જિલ્લામાં રહેતા ગેર કાયદેસર વિદેશી નાગરિકો અંગે, તળાવ ભરવા, નૅશનલ હાઇવે, રેલવે સહિત જન સામાન્યને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. રાજ્ય સભા સાંસદ રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ, શાળાઓના ઓરડા પીવાના પાણી અંગે તેમજ પવિત્રધામ યાત્રાધામોના વિકાસ અંગે પ્રશ્ન રજૂ કર્યા હતા. લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા એ તલોદ શહેરના રસ્તા ના પ્રશ્નો રજૂ કર્યા હતા. સંકલન બેઠકમાં પદાધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના અમલીકરણ અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. સંકલન ભાગ-૨ માં 'ધરતીઆંબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ' અભિયાન અંગે અમલીકરણ અધિકારીઓ સાથે રોડ સેફ્ટી અંતર્ગત કરવામાં આવેલ કામગીરી જાગૃતિ અભિયાન અંગે ચર્ચા કરી જિલ્લા કલેકટર એ અમલીકરણ અધિકારીઓની જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું. માય ભારત - નાગરિક સંરક્ષણ સ્વયં સેવક તરીકે જોડાવવા - નોંધણી કરાવવા જિલ્લા કલેકટરએ બેઠકમાં અનુરોધ કર્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર