રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ખેરાલુમાં બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરો પર RTO ની તવાઈ: સવા લાખથી વધુનો દંડ વસૂલાયો

ખેરાલુમાં બેફામ દોડતા ઓવરલોડ ડમ્પરો પર RTO ની તવાઈ: સવા લાખથી વધુનો દંડ વસૂલાયો

ખેરાલુ પંથક અને તેની આસપાસના વિસ્તારોમાં પૂરપાટ ઝડપે અને જોખમી રીતે દોડતા ઓવરલોડ ડમ્પરો સામે આખરે મહેસાણા આરટીઓ (RTO) તંત્રએ લાલ આંખ કરી છે. અગાઉ 'સંદેશ' દ્વારા આ બેફામ ડમ્પરો અને નિયમોના થઈ રહેલા ઉલ્લંઘન અંગે એક સચોટ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલની ગંભીર નોંધ લઈને સફાળા જાગેલા તંત્રએ આકસ્મિક ડ્રાઇવ યોજીને કડક કાર્યવાહી હાથ ધરી છે. RTO ની આ ઓચિંતી તપાસને કારણે નિયમો નેવે મૂકીને વાહન હંકારતા ચાલકો અને ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણા RTO ની ટીમે ખેરાલુ વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ અંતર્ગત નિર્ધારિત ક્ષમતા કરતા વધારે માલ ભરીને પસાર થઈ રહેલા ૪ જેટલા ડમ્પરોને રોકવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ વાહનો પાસેથી સ્થળ પર જ રૂ. ૪૦,૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, ટ્રાફિક અને પરિવહનના નિયમોનું ગંભીરપણે ઉલ્લંઘન કરી રહેલા અન્ય એક ડમ્પર સામે કડક દાખલો બેસાડતા, તેને જપ્ત (ડિટેઈન) કરવામાં આવ્યું હતું. આ ડમ્પરને ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે મૂકાવીને તેના માલિકને રૂ. ૮૮,૦૦૦ નો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન RTO દ્વારા કુલ રૂ. ૧,૨૮,૦૦૦ થી પણ વધુની રકમ દંડ પેટે વસૂલ કરીને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર