પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
પાટણ સિદ્ધિ સરોવર પાઇપલાઇન માટે રૂ.8.95 કરોડ ગ્રાન્ટને મંજૂર કરાઈ

ગુજરાત શહેરી વિકાસ મિશને નર્મદા જળ માટે પાલિકા પ્રમુખ ની દરખાસ્તને સ્વીકારી
પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટે ગુજરાત શહેરી વિકાસ મિશન (GUDM) દ્વારા રૂ. 8.63 કરોડ ની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા 3 ઓક્ટોબર, 2025ના રોજ સરકારમાં કરાયેલી દરખાસ્તને મંજૂરી મળી હોવાનું તેઓએ જણાવી ખુશી વ્યક્ત કરી હતી.
આ યોજના અંતર્ગત ચાણસ્મા હાઇવે પર આવેલા ખોરસમ થી આવતા નર્મદાના પેય જળના જંકશનથી પાટણના સિદ્ધિ સરોવર સુધી પાઇપલાઇન નાખવામાં આવશે. ખોરસમ સરસ્વતી પાઇપલાઇન માંથી અલગ કનેક્શન દ્વારા સીધેસીધું સિદ્ધિ સરોવરમાં પાણી પહોંચાડવામાં આવશે. આ પાઇપલાઇન 1260 મીટર લાંબી એમ.એસ. પાઇપ લાઇન હશે. GUDM દ્વારા આ ગ્રાન્ટ મંજૂર કરાયા બાદ તેની અમલવારી અને કામગીરી માટે સિંચાઈ વિભાગનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો. સિંચાઈ વિભાગ દ્વારા આ યોજના અંગેના નકશા અને અંદાજો સાથેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી, જેને GUDM દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ ગ્રાન્ટ સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરી કેટલીક શરતોને આધીન છે.ઉલ્લેખનીય છે કે. આ કામગીરી માટે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે અગાઉ સરકારમાં રજૂઆતો કરી હતી. તેમણે પાટણના પ્રભારી મંત્રી તેમજ પાણી પુરવઠા મંત્રીને રૂબરૂ મળીને અને પત્રો લખીને વારંવાર રજૂઆતો કર્યા બાદ આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હોવાનું તેઓએ જણાવી ખુશી વ્યક્ત કરી હતી.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Gujarat#patan#Gujarat Urban Development Mission#Narmada Water#Municipal President#Siddhi Sarovar pipeline
સંબંધિત સમાચાર
પાટણસરસ્વતી તાલુકાના વદાણી ગામની કાપડની દુકાનમાં આગ લાગતાં માલ બળીને ખાખ
3 દિવસ પહેલા
પાટણસમીમાં આવેલી SBI શાખા અન્યત્ર ખસેડવાના નિર્ણય સામે ગ્રામજનોનો વિરોધ
3 દિવસ પહેલા
પાટણપાટણના બાલીસણામાં 8 મજૂરોના નામે રૂ. 34.21 લાખની લોન કૌભાંડ
6 દિવસ પહેલા
પાટણપાટણમાં દિવાળી પૂર્વે ચીલઝડપ અને પોકેટ મારી રોકવા એ-ડિવિઝન પોલીસે CCTV નિરીક્ષણ કર્યું
6 દિવસ પહેલા
