રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
પાટણ8 જૂન, 2026| Super Admin

તંત્રની લાલ આંખ : પાટણમાં કુખ્યાત તત્વના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું

તંત્રની લાલ આંખ : પાટણમાં કુખ્યાત તત્વના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું

પોલીસ-તંત્રના સંયુક્ત ઓપરેશનમાં દુકાનો અને મકાન તોડી પડાયા

પાટણ શહેરમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા એક હિસ્ટ્રીશીટરના બુકડી વિસ્તારમાં આવેલા ગેરકાયદેસરના દબાણ પર સોમવારે વહેલી સવારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત સરકારની અસામાજિક તત્વો સામેની ઝુંબેશના ભાગરૂપે, બુકડી વિસ્તારમાં આવેલી દુકાનો અને રહેણાંક મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.આ સંયુક્ત ડિમોલિશન કામગીરી પાટણ સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં હાથ ધરવામાં આવી છે. ખોખરો તરીકે ઓળખાતા ઝહીર અબ્બાસ ખાન બેલીમ નામના વ્યક્તિએ સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે આ દબાણો ઊભા કર્યા હતા.પોલીસના સત્તાવાર રેકોર્ડ મુજબ, ઝહીર અબ્બાસ ખાન બેલીમનો ગુનાહિત ઇતિહાસ ગંભીર છે. તેની સામે ખૂન, ખૂનની કોશિશ, ધાડ અને લૂંટ જેવા ગંભીર પ્રકારના 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. લાંબા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આ હિસ્ટ્રીશીટર સામે કાયદાનો સકંજો મજબૂત કરવા આ માળખાકીય કાર્યવાહી કરાઈ છે.કાર્યવાહી દરમિયાન પાટણના DySP પરેશ રેણુકા સહિત A ડિવિઝન પોલીસનો મોટી સંખ્યામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, આગામી સમયમાં પણ પાટણ જિલ્લા કે શહેરમાં કોઈપણ જગ્યાએ અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો કે દબાણો જણાશે તો તેમની સામે આવી જ કડક અને નક્કર કાર્યવાહી ચાલુ રહેશે. આ પહેલા પણ પાટણ જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરીને તેમને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી તે જ સિલસિલાને આગળ ધપાવે છે તેવું તંત્ર એ જણાવ્યું હતું. શહેરના બુકડી વિસ્તારમાં હિસ્ટ્રીશીટરના ગેરકાયદેસર મકાનો અને દુકાનો પર તંત્ર ના બુલડોઝરને ફરતું જોવા લોકો ટોળે વળ્યાં હતાં તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર