રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સૌરાષ્ટ્રમાં ‘રીએક્ટર ચોર ગેંગ’નો સફાયો: એક જ GEB સબ-સ્ટેશનને બે વાર લૂંટનાર માસ્ટરમાઇન્ડ સહિત બે ઝડપાયા

સૌરાષ્ટ્રમાં ‘રીએક્ટર ચોર ગેંગ’નો સફાયો: એક જ GEB સબ-સ્ટેશનને બે વાર લૂંટનાર માસ્ટરમાઇન્ડ સહિત બે ઝડપાયા

રમુણ સબ સ્ટેશનમાંથી ચોરાયેલા બે રીએક્ટર, કાર સહિત રૂ.3.15 લાખનો મુદ્દામાલ કબજે: પાંચથી વધુ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો

બનાસકાંઠા જિલ્લામાં GEBના સબ સ્ટેશનોને નિશાન બનાવી વીજ ટ્રાન્સફોર્મરના રીએક્ટર, કોપર-એલ્યુમિનિયમ વાયર સહિતના વીજ ઉપકરણોની ચોરી કરતી સૌરાષ્ટ્રની આંતર જિલ્લા ગેંગનો બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. LCBએ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ ને ડીસા નજીક ભોયણ ગામ પાસેથી ઝડપી પાડી તેમની પાસેથી ચોરીના બે રીએક્ટર, મોબાઈલ અને ગુનામાં વપરાયેલી ટાટા ઇન્ડિગો કાર મળી કુલ રૂ.3.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે GEBના બે અને અન્ય ત્રણ મળી પાંચથી વધુ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

ડીસા તાલુકાના રમુણ ગામે આવેલા 66 કે.વી. GEB સબ સ્ટેશનમાં તા.27 ઓક્ટોબરની રાત્રિથી 28 ઓક્ટોબરની વહેલી સવાર દરમિયાન તસ્કરોએ ફેન્સિંગ વાયર કાપી અંદર પ્રવેશ કરી રૂ.1.40 લાખની કિંમતના ત્રણ રીએક્ટરની ચોરી કરી હતી. આ જ સબ સ્ટેશનમાં અગાઉ તા.10 જુલાઈના રોજ પણ ફેન્સિંગ વાયર કાપી રૂ.45 હજારનો રીએક્ટર ચોરાયો હતો. એક જ સ્થળે વારંવાર થયેલી ચોરીના બંને બનાવોમાં ડીસા રૂરલ પોલીસ મથકે ગુના નોંધાયા હતા.

બનાસકાંઠા રેન્જ IG પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી LCB PI ડી.એમ.રાઠોડના સુપરવિઝન હેઠળ PSI આર.બી.જાડેજા અને જે.એસ.ગઢવીની ટીમોએ તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રમુણથી રાધનપુર તથા થરાદ સુધીના આશરે 200 CCTV કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. જેમાં ચોરીમાં સફેદ રંગની કારનો ઉપયોગ થયો હોવાનું અને કાર સૌરાષ્ટ્ર તરફથી આવી હોવાનું સામે આવ્યું હતું.

આધુનિક ટેકનિકલ તપાસ અને બાતમીના આધારે પોલીસે રાજકોટના કૌશિકભાઈ સોમાભાઈ સાગઠીયા તથા મોરબીના આકાશ સુરેશભાઈ વિકાણીને ડીસા નજીક ભોયણ ગામ પાસેથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરીના બે રીએક્ટર રૂ.1.40 લાખ, બે મોબાઈલ રૂ.30 હજાર અને ટાટા ઇન્ડિગો કાર રૂ.1.50 લાખ મળી કુલ રૂ.3.15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર