રાજપીપળા:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે તા. 30 અને 31 ઓક્ટોબર, 2026ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થનાર છે. આ ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે બંને દિવસ દરમિયાન વિવિધ વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ સ્થળોની મુલાકાત સહિતના કાર્યક્રમો યોજાશે.
તા. 30 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે ડેમ વ્યૂ પોઇન્ટ-૧ ખાતે યોજાનારા 'આનંદ મઠ' આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન સહભાગી થશે.
જ્યારે તા. 31 ઓક્ટોબર, 2026ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન વિવિધ વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં સહભાગી થશે. ત્યારબાદ સાંજે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય કાર્યક્રમ 'એકતા
આ કાર્યક્રમોની સુચારુ વ્યવસ્થા અને પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવાના હેતુથી આજે એકતાનગરના વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને રણા કરવામાં આવી હતી. આ બેઠકમાં SoU સહિત નર્મદા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.





