બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ ઇસ્કોન કોમ્પલેક્ષમાં અચાનક આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, કોમ્પલેક્ષમાં આવેલા એક ઇમેજિંગ સેન્ટરમાં બેટરી ફાટવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ભીષણ હતી કે, ઇમેજિંગ સેન્ટરમાં રહેલા અત્યંત મોંઘા અને મહત્વપૂર્ણ એવા એમ.આર.આઈ. મશીન, સી.ટી. સ્કેન મશીન અને સોનોગ્રાફી સહિતના સાધનો આગની ચપેટમાં આવીને બળી ગયા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ઘટનાસ્થળની આજુબાજુ અન્ય હોસ્પિટલો પણ આવેલી હોવાના કારણે આગ લાગતા જ દર્દીઓ અને સ્ટાફમાં ભારે નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી. 
ડીસાના ઇસ્કોન કોમ્પલેક્ષ સ્થિત ઇમેજિંગ સેન્ટરમાં બેટરી ફાટતા ભીષણ આગ ભભૂકી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાનવી ભીલડી બજારમાં 3 ફૂટ ઊંડી ખાઈ ખોદાતા અકસ્માતની ભીતિ
1 કલાક પહેલા
બનાસકાંઠાવડગામમાં ગંગા મૈયાના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો
3 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં વેરા વસૂલાત બંધ: 10% રિબેટની મુદત વધારવાની માંગ
3 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં સોલાર પેનલના વેપારી સાથે 11.65 લાખની ઓનલાઈન ઠગાઈ
4 દિવસ પહેલા
