રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પને લઈ વિવાદ

બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષકોના ઓનલાઈન બદલી કેમ્પને લઈ વિવાદ

જિલ્લામાં શિક્ષકોની ઘટવાળી શાળાઓની તટસ્થ તપાસ કરવાની માંગ

મહેકમ અપલોડમાં ભૂલ કે બાળકોના ભાવિ સાથે ચેડાં : લોકોમાં તર્કવિતર્ક

કાંકરેજ અને ઓગડ સહિત બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં પ્રવર્તતી શિક્ષકોની ઘટ નિવારવા આયોજીત ઓનલાઈન બદલી કેમ્પ વિવાદોના વંટોળે ચડ્યો છે. તેથી શિક્ષકોની ઓનલાઈન બદલી કેમ્પની પ્રક્રિયામાં ખાલી જગ્યાઓની તપાસ કરવાની લોક માંગ ઉઠી છે. જેમાં કઈ શાળામાં જગ્યા ખાલી છે અને કઈ શાળામાં મહેકમ મુજબ ઘટ નથી, તેની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો ખુલે તેમ છે. 

જિલ્લામાં આવેલ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પુરવા આયોજીત કેમ્પમાં બદલી કરવા માંગતા શિક્ષકોએ ઓનલાઈન અરજીઓ કરેલ હતી, જેની મુદત પૂર્ણ થઈ હોવાનું ચર્ચાય છે.પરંતુ કેમ્પની મુખ્ય શરત મુજબ શાળાઓમાં નિયમ મુજબ કેટલા શિક્ષકોની ઘટ છે. જેની ઓનલાઈન બદલી કેમ્પમાં ખાલી જગ્યા દર્શાવવામાં આવી છે કે કેમ અને જો ઘટ હોય તો તે પ્રાથમિક શાળાની જગ્યા ઓનલાઈન બદલી કેમ્પમાં સામેલ કરવામાં આવી છે કે કેમ ? તેની તપાસ કરવી જરૂરી બની છે.અને ઘટ ન હોય તેવી શાળાઓની પણ તપાસ કરવી જરૂરી છે જો જગ્યા ખરેખર ખાલી હોય અને નિયમ મુજબ પાત્રતા ધરાવતી હોય તો તેને બદલી કેમ્પમાં કેમ સામેલ ન કરવામાં આવી ? શું આ બાબત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જે તે તાલુકાના ટી.પી.ઓ. ના ધ્યાન પર છે કે પછી મહેકમ અપલોડ વખતે ભૂલ થઈ છે ? તેવા વેધક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

શિક્ષકોની ઘટનો પ્રશ્ન બાળકોના ભણતરને લગતો હોઈ જિલ્લામાં મંજૂર મહેકમ, કાર્યરત શિક્ષકો અને ઓનલાઈન દર્શાવાયેલી ખાલી જગ્યાઓની સરખામણી કરી તટસ્થ તપાસ કરવાની માંગ ઉઠી છે. જો ભૂલ જણાય તો સુધારો કરી શિક્ષકોને ન્યાય આપવામાં આવે તેવી લાગણી ખુદ શિક્ષણ આલમમાં જોવા મળી રહી છે.આ મુદ્દે રજૂઆતો પણ થવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે, આ વિસંગતતા અંગે શિક્ષણ તંત્ર સમગ્ર હકીકત સ્પષ્ટ કરે છે કે કેમ ? વાલીઓ દ્વારા આ બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર