રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા નજીક બાઈક સ્લિપ થતાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત

ડીસા નજીક બાઈક સ્લિપ થતાં ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત

ડીસા તાલુકાના ધરપડા (ફતેપુરા) ગામના યુવકનું બાઈક અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

​મળતી વિગતો અનુસાર, ધરપડા ગામના પાંચાજી કાનાજી ઠાકોર (સોલંકી) અને તેમના ગામના વિશાલભાઈ જોમાભાઈ પ્રજાપતિ ગત તા. ૨૬/૦૯/૨૦૨૬ના રોજ રાત્રે બાઈક (જીજે-24-એઆર-7536) લઈને પાટણ તાલુકાના દુધાવડા-રામપુરા ખાતે મેલડી માતાજીના મંદિરે દર્શનાર્થે ગયા હતા​ત્યાંથી પરત ફરતી વેળાએ મોડી રાત્રિના આશરે બે વાગ્યાની આસપાસ આસેડા ગામ નજીક ગોળાઈમાં અચાનક રોડ પર આખલો આવી ગયો હતો. જેથી બાઈક આખલા સાથે અથડાતાં નીચે પટકાઈ ગયું હતું. આ અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા પાંચાજી ઠાકોરને માથા તેમજ કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે પાછળ બેસેલા વિશાલભાઈનો આબાદ બચાવ થયો હતો.

​ઘટના બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તને તાત્કાલિક ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર અને ત્યારબાદ પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં લાંબી સારવાર દરમિયાન તા. ૧૨/૧૦/૨૦૨૬ના રોજ પાંચાજી ઠાકોરનું કરુણ મોત નીપજ્યું હતું.​બનાવ સંદર્ભે વિશાલભાઈ પ્રજાપતિએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર