રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

નવી ભીલડીના વોર્ડ નં. ૪માં ગટરના પાણી ભરાતાં રહીશો પરેશાન

નવી ભીલડીના વોર્ડ નં. ૪માં ગટરના પાણી ભરાતાં રહીશો પરેશાન

ગટરનું ગંદુ પાણી ઘરો બહાર આવી જતા ખાવા-પીવા અને રહેવાની મુશ્કેલીઓ વધી, વિદ્યાર્થીઓને શાળાએ જવામાં પણ હાલાકી

ડીસા તાલુકાના નવી ભીલડી ગામની નવી ભીલડી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૪માં ગટરના ગંદા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વોર્ડમાં ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ગંદુ પાણી ઘરો આગળ જતાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

સ્થાનિક રહીશોને પોતાના ઘરોમાં રહેવા તેમજ રોજિંદા જીવનનાં કામકાજ કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘરો આગળ ગટરના ગંદા પાણી પ્રવેશતાં ભોજન બનાવવામાં, જમવામાં અને સ્વચ્છ વાતાવરણમાં રહેવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે. આ ઉપરાંત, રસ્તાઓ પર ગટરનું પાણી ભરાઈ રહેતાં શાળાએ જતાં વિદ્યાર્થીઓને પણ અવરજવર કરવામાં ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના ગંદા પાણીના ભરાવાને કારણે આસપાસ ગંદકી ફેલાવાની અને રોગચાળો ફાટી નીકળવાની આશંકા પણ સ્થાનિકોમાં ચિંતા જગાવી રહી છે. આવી પરિસ્થિતિમાં સ્થાનિક રહીશોને સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો ભય સતાવી રહ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર