રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં ગણેશોત્સવ દરમિયાન વરસાદે વિઘ્ન સર્જ્યું; ઠેર ઠેર કાર્યક્રમો બગડ્યા

મહેસાણામાં ગણેશોત્સવ દરમિયાન વરસાદે વિઘ્ન સર્જ્યું; ઠેર ઠેર કાર્યક્રમો બગડ્યા

મહેસાણામાં ઠેર ઠેર ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે તેવામાં ગઈકાલે મોડી સાંજથી જ એકધારી વરસાદે માઝા મુકતા મહેસાણા શહેર સહિત જિલ્લાભરમાં ગણેશોત્સવના કાર્યક્રમો બગડ્યા હતાં. ક્યાંક ક્યાંક નાની નાની ગલીયો અને શેરીયોમાં તો ક્યાંક મોટા મોટા પંડાલોના રંગારંગ અને સાંસ્કૃતિ કાર્યક્રમ નિષ્ફળ નીવડ્યા હતાં. મોડી સાંજે અચાનક જ વરસાદ તૂટી પડ્યો હતો જેના કારણે શહેરભરનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. તેવામાં ગણપતિ ઉત્સવના મોટા મોટા આયોજન લઈને બેઠેલા આયોજકો પણ ગાજ વિજ વાળા વાતાવરણને જોઈને ચિંતામાં આવી ગયા હતા. બપોરથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા જે મોડા ભારે વરસાદમાં પરિણમતા ચારેકોર પાણી ભરાઈ ગયા હતા. ધોધમાર તૂટી પડેલા વરસાદના કારણે અનેક આયોજનોમાં નુકશાન થવાની ભીતિ સેવાઈ રહી હતી. વરસાદ શરૂ થતાની સાથે જ લોકોએ પોતાના ઘર તરફ દોટ મૂકી હતી. જેના કારણે શહેરના અનેક ગણેશોત્સવના કાર્યક્રમોમાં લોકોની પાંખી હાજરી સહિત ખાલી પડેલા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઢળતી સાંજે પડેલો વરસાદ મોડી રાત સુધી ચાલુ રહેવાથી લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું જેના લીધે વિવિધ આયોજન મંડળના કાર્યક્રમો પર તેની સીધી અસર જોવા મળી હતી. તેવામાં કાર્યક્રમમાં આવેલા કલાકારો પણ વરસાદ વિઘ્ન બનતા વરસાદ બંદ થવાની રાહ જોઇને કલાકો સુધી બેસી રહ્યા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર