રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ11 જૂન, 2026| Super Admin

રાધનપુર પોલીસે રૂ.૧૦.૫૧ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રાધનપુર પોલીસે રૂ.૧૦.૫૧ લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

રાધનપુરના ગૌટીમ્બા ગામેથી બાતમીના આધારે રાધનપુર પોલીસે  વિદેશી દારૂનો મોટો થ્થો ઝડપી ગુનામાં સંડોવાયેલા શખ્સો ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે ધટના સ્થળેથી વિદેશી દારૂની બોટલો નંગ- ૪૧૭૯ કિ.રૂ.૧૦,૫૧,૩૮૪ નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. 

આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી તથા નાયબ પોલીસ અધિક્ષક કુણાલસિંહ એલ પરમાર  રાધનપુર વિભાગ નાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી.લગતની ગે.કા.પ્રવુતિ દુર કરવા કરેલ સુચના આધારે આર.બી.વાધિયા પોલીસ ઇન્સ્પેક્ટર રાધનપુર પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ સ્ટાફના માણસો સાથે રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રાધનપુરના ગૌટીમ્બા ગામે હરેશભાઇ તેજાભાઇ નિરાશ્રીત ઠાકોરના રહેણાંક ઘરે પ્રોહી. અંગે રેઇડ કરતાં ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો/ટીન નંગ-૪૧૭૯ કિં.રૂ.૧૦,૫૧,૩૮૪/- નો મુદ્દામાલ પકડી પાડી રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો રજી. કરી ગુનામાં સંડોવાયેલા જેવતભાઇ કાંતીભાઇ નિરાશ્રિત ઠાકોર અને હરેશભાઇ તેજાભાઇ નિરાશ્રિત ઠાકોર રહે.બન્ને ગૌટીમ્બા તા.રાધનપુર જી.પાટણ વાળાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#radhanpur

સંબંધિત સમાચાર