રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ30 જૂન, 2026| Super Admin

ગણિતમાં ગરવી ગુજરાતણનો પરચમ: અમેરિકામાં કૃપા સાધુએ દેશ અને સમાજનું નામ રોશન કર્યું

ગણિતમાં ગરવી ગુજરાતણનો પરચમ: અમેરિકામાં કૃપા સાધુએ દેશ અને સમાજનું નામ રોશન કર્યું

પાટણ જિલ્લાના શંખેશ્વરના પીરોજપુરા ગામની પ્રતિભાશાળી દીકરી કૃપા બળદેવદાસ સાધુ (પીરોજપુરાવાળા) એ શિક્ષણ ક્ષેત્રે એવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે કે, જેના કારણે માત્ર પોતાના પરિવાર કે ગામનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ વિશ્વસ્તરે વધ્યું છે. અમેરિકાની જ્યોર્જીયા નોર્થવેસ્ટ ટેકનિકલ કોલેજમાં GED અભ્યાસક્રમ દરમિયાન કૃપાએ Distinction A+ ગ્રેડ સાથે ઉત્કૃષ્ટ સફળતા મેળવી છે. યુનિવર્સિટી લેવલે ગણિત વિષયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો છે.

76.jpg 259.5 KB
ધુમાસણ ગામના બળદેવદાસ સાધુ અને ચંદ્રિકાબેનની દીકરી કૃપાએ સાત સમંદર પાર જઈને મહેનત, પ્રતિભા અને સંસ્કારના બળે સફળતાનો નવો ઈતિહાસ રચ્યો છે. વિદેશી ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતની પ્રતિભાનો પરિચય કરાવતી આ સિદ્ધિ સમગ્ર સાધુ સમાજ માટે ગૌરવની ક્ષણ બની છે. કૃપાને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ છે. મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે તેને જ્યોર્જીયા સ્ટેટ કોલેજમાં પ્રવેશ મળ્યો છે. આ સફળતા તેના ઉજ્જવળ ભવિષ્ય તરફનું મહત્વનું પગથિયું માનવામાં આવી રહી છે. શિક્ષણ પ્રત્યેની તેની લગન, સતત પરિશ્રમ અને અડગ આત્મવિશ્વાસ આજે હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.

આ ઐતિહાસિક સિદ્ધિને પગલે શ્રી રામાનંદી નવનિર્માણ સેના, ગુજરાત દ્વારા કૃપા બળદેવદાસ સાધુને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સંસ્થાએ જણાવ્યું છે કે સમાજની દીકરીએ વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવી સમગ્ર સમાજનું મસ્તક ગૌરવથી ઊંચું કર્યું છે. આવી દીકરીઓ સમાજ માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ છે. સમાજના આગેવાનો અને શુભેચ્છકોએ કૃપા ઉત્તરોત્તર સફળતાના નવા શિખરો સર કરે, મેડિકલ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપે અને વિશ્વભરમાં દેશ, ગુજરાત તેમજ સમાજનું નામ વધુ ઉજ્જવળ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી છે. તેની આ સિદ્ધિથી સમગ્ર વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર