રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
મહેસાણા29 જાન્યુઆરી, 2025| Super Admin

મહેસાણા જિલ્લામાં ચુંટણી હેઠળના વિસ્તારોમાં શસ્ત્રો તથા દારૂગોળો જાહેરમાં સાથે રાખવા ઉપર પ્રતિબંધ

મહેસાણા જિલ્લામાં ચુંટણી હેઠળના વિસ્તારોમાં શસ્ત્રો તથા દારૂગોળો જાહેરમાં સાથે રાખવા ઉપર પ્રતિબંધ

રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલ ચૂંટણી કાર્યક્રમ મુજબ આગામી નગરપાલિકા સામાન્ય ચૂંટણીઓ 2025 અને જિલ્લા પંચાયત મતદાર મંડળ બેઠકની પેટા ચૂંટણી તથા તાલુકા પંચાયત મતદાર મંડળ બેઠકની પેટા ચૂંટણીઓ તા.16/02/2025 ના રોજ યોજાનાર છે. મહેસાણા જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ ચૂંટણી દરમિયાન કોઈ ધાક-ધમકીનું વાતાવરણ ઊભું ન થાય અને જાહેર સુલેહ શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે તકેદારીના પગલારૂપે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.કે.જેગોડા દ્વારા કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારના શસ્ત્રો તથા દારૂગોળો જાહેરમાં સાથે રાખવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે મહેસાણા જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તાર ખેરાલુ નગરપાલિકા, વડનગર નગરપાલિકા અને 26-મલેકપુર(ખે) જિલ્લા પંચાયત મતદાર મંડળ તથા 6-ડભોડા-2, 7-ડાલીસણા, 10- કુડા જૂથ, 9-મોલીપુર, 14-કુકરવાડા-1, 6-જોટાણા-૨, 11-મરતોલી, 3-અગોલ, 22-નાની કડી તાલુકા પંચાયત મતદાર મંડળ વિસ્તારોમાં કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારના શસ્ત્રો તથા દારૂગોળો જાહેરમાં પોતાની સાથે રાખી બહાર લઈ જઈ શકશે નહીં. જોકે આ હુકમ પોતાની ફરજ અંગે ઉપરી અધિકારીના હુકમ પ્રમાણે હથિયાર, શસ્ત્રો તથા દારૂગોળો સાથે રાખવા પડતા હોય તેવા સરકારી કર્મચારીઓ, જિલ્લા મેજિસ્ટ્રેટ મહેસાણા તરફથી પરવાના તળેનું હથિયાર સાથે રાખવા જો ખાસ કિસ્સામાં પરવાનગી આપેલ હોય તો તેવી વ્યક્તિઓને જ ઉપરોક્ત હુકમ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર અથવા તેવા લોકોની મદદગારી કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ - 223 મુજબ શિક્ષાને પાત્ર રહેશે. આ જાહેરનામુ ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તા. 21/02/2025 ના 24:૦૦ કલાક સુધીના સમય માટે અમલમાં રહેશે

સંબંધિત સમાચાર