રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણા જિલ્લાના કડીમાં પ્રધાનમંત્રીએ રેલ સેવાને લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો

મહેસાણા જિલ્લાના કડીમાં પ્રધાનમંત્રીએ રેલ સેવાને લીલી ઝંડી બતાવી શુભારંભ કર્યો
વર્ષોથી ખંડેર બનેલાં રેલવે સ્ટેશન ફરી ધમધમતા થયાં ગુજરાતને રૂ.5400 કરોડના વિકાસકાર્યોની ભેંટ મળી; ગુજરાતમાં રૂપિયા 1400 કરોડથી વધુની રેલવે પરીયોજનાઓના લોકાર્પણ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને કટોસણરોડ સાબરમતી યાત્રી રેલ સેવાને લીલી ઝંડી બતાવીને શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા લોકસભા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતને રૂ. 5400 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળી છે, જેમાં કડી કટોસણ સાબરમતીની નવી ટ્રેનનો પણ સમાવેશ થાય છે. જેનો સીધો લાભ ઉત્તર ગુજરાતના શહેરોને મળી રહ્યો છે. ત્યારે રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયકે જણાવ્યું હતું કે હવે સંપૂર્ણ ઈલેક્ટ્રીક ટ્રેનો દેશમાં શરૂ થઈ ગઈ છે. દેશમાં રેલવેના નેટવર્ક સાથે પરિવહન સુવિધાઓમાં વધારો થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે કડી વિસ્તારમાં કટોસણ રોડ સાબરમતી ટ્રેન સેવા યાત્રા શરૂ થવાથી આ વિસ્તારની પરિવહન સુવિધા ઘણી સરળ બનશે. જેનો લાભ લેવા જનતાને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ અમદાવાદ ખાતે યોજાયેલ પ્રધાનમંત્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ 1400 કરોડ રૂપિયાથી વધુના અનેક રેલ્વે પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા. તેમાં રૂ. 530 કરોડથી વધુની 65 કિલોમીટર લાંબી મહેસાણા-પાલનપુર રેલ લાઇનનું ડબલિંગ, 37 કિલોમીટર લાંબી કલોલ-કડી-કટોસણ રોડ રેલ લાઇનનું ગેજ કન્વર્ઝન અને રૂ. 860 કરોડથી વધુની 40 કિલોમીટર લાંબી બેચરાજી-રણુંજ રેલ લાઇનનો સમાવેશ થાય છે. બ્રોડગેજ ક્ષમતાના ઉમેરા સાથે, આ પ્રોજેક્ટ્સ પ્રદેશમાં સરળ, સલામત અને આનાથી રોજિંદા મુસાફરો, પ્રવાસીઓ અને વ્યવસાયો માટે મુસાફરીમાં નોંધપાત્ર સરળતા આવશે. કટોસણ રોડ અને સાબરમતી વચ્ચે પેસેન્જર ટ્રેનને લીલી ઝંડી આપવાથી ધાર્મિક સ્થળો સુધી ઝડપી પહોંચી જવાશે અને પાયાના સ્તરે આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર