સિદ્ધપુર શહેરના દેથળી ચારરસ્તા નજીક રવિવારે મોડી સાંજે બટાકા ભરેલી ટ્રક ના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રક પલટી મારી ગઈ હતી. જેના કારણે ટ્રક ભરેલ બટાકાની બોરીઓ રોડ પર વિખેરાઇ હતી. જોકેઆ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હોય લોકોએ રાહત અનુભવી હતી.બનાવની મળતી માહિતી મુજબ પાલનપુરથી ઊંઝા તરફ બટાકાનો જથ્થો લઈ જતી ટ્રકના ચાલકના સ્ટેરિગ પરનો કાબૂ બહાર જતાં ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને કારણે બટાકાની બોરીઓનો જથ્થો રોડ પર ફેલાઈ ગયો હતોઆ ઘટનાને પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.અકસ્માત સમયે ટ્રકની આસપાસ અન્ય કોઈ વાહન કે રાહદારી ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અને કોઈને ઈજા થઈ ન હતી.અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા અને ટ્રકને રોડ પરથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત થયો હતો. પોલીસે આ ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સિદ્ધપુરના દેથળી ચારરસ્તા પાસે બટાકા ભરેલી ટ્રક પલટી: ચાલકે કાબૂ ગુમાવ્યો

ટેગ્સ:#patan
સંબંધિત સમાચાર
પાટણપાટણ નગરપાલિકા ખાતે DP-3માં સુધારા-સૂચનો માટે બેઠક યોજાઈ
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરમાં ગાંધી જયંતિ: પૂર્વ ધારાસભ્ય દ્વારા રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ
1 દિવસ પહેલા
પાટણવારાહીના કોર્ડા ગામેથી ઓનલાઈન ક્રિકેટ સટ્ટો ઝડપાયો: ૨ મોબાઈલ સાથે યુવક પકડાયો
1 દિવસ પહેલા
પાટણરાધનપુરમાં ડમ્પરના ગુપ્ત ખાનામાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
