રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા30 એપ્રિલ, 2025| Super Admin

બનાસકાંઠામાં શંકાસ્પદ લોકો સામે પોલીસની તવાઈ; બાંગ્લાદેશ-પાકિસ્તાની કનેક્શન ધરાવતા તત્વોને શોધવાની કવાયત

બનાસકાંઠામાં શંકાસ્પદ લોકો સામે પોલીસની તવાઈ; બાંગ્લાદેશ-પાકિસ્તાની કનેક્શન ધરાવતા તત્વોને શોધવાની કવાયત
પાલનપુરમાં 200 જેટલા પર પ્રાંતીયોના વેરિફિકેશનની કામગીરી હાથ ધરાઈ; જમ્મુ કાશ્મીરના પહેલગામની આતંકી ઘટના બાદ બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પાલનપુર-ડીસામાંથી 2 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાયા બાદ પોલીસે પર પ્રાંતિયોના વેરફીકેશનની કામગીરી હાથ ધરી છે. આતંકી હુમલા બાદ હવે મોડે મોડે બનાસકાંઠા પોલીસે બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે કનેક્શન ધરાવતા તત્વોને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે. પાલનપુર પૂર્વ પોલીસની ટીમે 150 થી વધુ પર પ્રાંતીય લોકોને વેરિફિકેશન માટે લાવ્યા હતા. પાલનપુર શહેરમાં પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોના જે લોકો વસવાટ કરતા હતા તે તમામને પૂર્વ પોલીસ મથક ખાતે લવાયા હતા. જેમાં પૂર્વ પોલીસ દ્વારા તમામ લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં જે પણ લોકો શંકાસ્પદ લાગશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને બાંગ્લાદેશ કે પાકિસ્તાની કનેક્શન નીકળશે તો તેઓને ડિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરાશે તેવું પૂર્વ પોલીસ સ્ટેશન ના પી.આઈ. એસ એમ પટણીએ જણાવ્યું હતું

સંબંધિત સમાચાર