રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં સોનાના દાગીના પેટે આપેલો રૂ. ૮.૯૫ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા

ડીસામાં સોનાના દાગીના પેટે આપેલો રૂ. ૮.૯૫ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં મહિલાને ૧ વર્ષની કેદની સજા

ડીસાની અદાલતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ નોંધાયેલા ચેક રિટર્ન કેસમાં આરોપી મહિલાને ૧ વર્ષની સાદી કેદ તેમજ ચેકની પૂરેપૂરી રકમ વળતર પેટે ચૂકવવાનો મહત્વનો ચુકાદો આપ્યો છે.

​વિગત મુજબ, ડીસાના ઢેબર રોડ ખાતે સોની બજારમાં ‘રાજેશ અલંકાર’ નામે સોના-ચાંદીનો વેપાર કરતા યોગેશભાઈ દામોદરદાસ ઠક્કર પાસેથી પ્રિતમ નગર, ડીસા ખાતે રહેતા સંગીતાબેન ઉમેશભાઈ સોની (દાનવર) તથા તેમના પતિએ ઓળખાણના આધારે અંદાજે રૂ. ૮.૯૫ લાખથી વધુની કિંમતના સોનાના તૈયાર દાગીના તથા સેટ ખરીદ્યા હતા.

​આ બાકી રકમ પેટે આરોપી સંગીતાબેને રૂ. ૮,૯૫,૭૯૬/- નો આઈસીઆઈસીઆઈ બેંકનો ચેક ફરિયાદીને આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પોતાના બેંક ખાતામાં જમા કરાવતા તે નાણાં અપૂરતાના શેરા સાથે પરત ફર્યો હતો. ત્યારબાદ કાનૂની નોટિસ આપવા છતાં નાણાં ન ચૂકવાતા ફરિયાદીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કેસ ચાલી જતાં પુરાવા તથા દલીલોને ધ્યાને રાખી કોર્ટે આરોપી સંગીતાબેન સોનીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને ચેકની રકમ રૂ. ૮,૯૫,૭૯૬/- ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવાનો આખરી હુકમ કર્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર