પાટણ ખાતેની પાણી પુરવઠા કચેરી હસ્તકની વાસ્મોની ઓફિસમાં કરાર આધારિત આસિ-સ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રવિકુમાર શાંતિલાલ દરજીને રૂ.૧ લાખની લાંચ કેસમાં કોર્ટે રૂ.૨૫ હજારના જામીન પર મુક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ ૫૦ દિવસ જેલમાં રહેલા આસિસ્ટન્ટ એન્જિનિયરના પાટણની સ્પેશિયલ એસીબી કોર્ટ અને સેશન્સ કોર્ટના જજ પ્રશાંત એચ. શેઠે રૂ.૨૫ હજારના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. આરોપી ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ એક લાખની લાંચ લેતા એસીબીના છટકામાં પકડાયો હતો.સમી નગરમાં 'નલ સે જળ' યોજના હેઠળ ૨૦૨૨ માં શરૂ થયેલું કામ ૨૦૨૪ માં પૂર્ણ થયું હતું. એજન્સીના બિલો મંજર કરવા માટે આરોપી રવિ દરજી અને અન્ય એક વ્યક્તિએ ફરિયાદી પાસે નાણાંની માગણી કરી હતી.જે બાબતે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. આરોપીએ એજન્સીના રૂ.૨૭,૩૧,૬૮૬ ના બિલો અને રૂ.૧૧,૧૨,૯૧૨ની ડિપોઝિટ મળી કુલ રૂ. ૩૮૪૪૫૯૮ ની રકમ અટકાવી રાખી હતી. આરોપીએ વકીલ મારફતે મૂકેલી રેગ્યુલર જામીન અરજી કોર્ટે મંજૂર કરી હોવાનું જાણવા મળ્યું છે.
૧ લાખની લાંચ કેસમાં ઝડપાયેલા પાટણ વાસ્મોના એન્જિનિયરને રૂ.૨૫ હજારના જામીન પર મુક્ત કરાયો

ટેગ્સ:#patan#ACB#legal proceedings#Anti-Corruption Bureau#WASMO Engineer Bribery Case#Bribe Amount of Rs. 1 Lakh#Bail Granted#Corruption Charges#'Nal Se Jal' Scheme#Special ACB Court#Judicial Release#Complaints and Traps#Court Judgment
સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
2 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
4 દિવસ પહેલા
