નર્સિંગના પરિણામ હવે 30 દિવસમાં જ જાહેર થશે
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નર્સિંગ કોલેજોના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. અગાઉ મૂલ્યાંકન કામગીરીમાં મર્યાદિત સંખ્યામાં અધ્યાપકો જોડાતા હોવાને કારણે એક જ પ્રોફેસર પર ઉત્તરવહીઓનો મોટો બોજ આવી પડતો હતો, જેના લીધે પરિણામ જાહેર કરવામાં લાંબો વિલંબ થતો હતો.
આ સમસ્યાનું શોર્ટઆઉટ લાવવા પરીક્ષા વિભાગ દ્વારા કુલપતિના સીધા માર્ગદર્શન હેઠળ એક વિશેષ એકશન પ્લાન ઘડી પરિણામોમાં થતા વિલંબને કારણે શૈક્ષણિક સત્ર પાછળ ઠેલાવાની મુશ્કેલી નો કાયમી ઉકેલ લાવવા પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.





