પાટણ એલસીબી પોલીસે શહેરના યશ ધામ ફ્લેટમાં દરોડો પાડીને તીન પત્તી જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. યશ ધામ ફ્લેટના બ્લોક એ-11માં રહેતા નિલેશભાઈ ત્રિવેદીના ઘરે જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં નિલેશભાઈ સહિત રાજેશભાઈ દવે, કિરણભાઈ દવે, કરણકુમાર દરજી, હર્ષ રાજગોર અને અમિત દરજીને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રૂ. 20,300, કિંમત રૂ. 17,000ના 4 મોબાઈલ ફોન, કિંમત રૂ. 30,000ની 3 મોટરસાઈકલ અને 52 ગંજીપાના મળી કુલ રૂ. 67,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 4, 5 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાટણ; એલસીબી એ બાતમીના આધારે જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડ્યા

ટેગ્સ:#patan#LCB#arrests#Local Crime Branch#public safety#Cash Seizure#Criminal Investigation#Teen Patti#Law Enforcement Actions#Gambling Raid#Gambling Act#Yash Dham Flat#Mobile Phones#Ganjipanas
સંબંધિત સમાચાર
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
3 દિવસ પહેલા
પાટણભારે વરસાદનો કહેર: રાધનપુર-લોદ્રા-મોરવાડા સહિત ત્રણ મુખ્ય માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ
3 દિવસ પહેલા
પાટણપાટણ નજીકથી રૂ.૧૧ લાખનો અફીણનો જથ્થો પકડાયો, ANTF ની ટીમે બેની ધડપકડ કરી
6 દિવસ પહેલા
પાટણપાટણ જિલ્લા પંચાયતની ૭ સમિતિઓના ચેરમેનોની સર્વાનુમતે વરણી
6 દિવસ પહેલા
