પાટણ20 જૂન, 2025
પાટણ જિલ્લામાં ૨૨ મી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે

ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચની બેઠક માટે ૧૩૦૮ ફોર્મ ભરાયાં જેમાં ૧૨૯૬ ફોર્મ માન્ય
પાટણ ગ્રામ પંચાયત ચુંટણીમાં ૯૪ સરપંચ તથા ૧૯૬૦ સભ્યો બિન હરીફ; રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ પાટણ જિલ્લામાં ૩૮૦ ગ્રામ પંચાયત માટે ૩૨૦ સરપંચની બેઠકો તથા ૨,૭૩૧ સભ્યોની બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવેલ છે. જેના માટે ૨૨ મી જૂનના રોજ મતદાન યોજાશે.
ગ્રામ પંચાયત ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ ૧૩૦૮ ફોર્મ સરપંચની બેઠક માટે અને ૩૬૫૦ ફોર્મ સભ્યોની બેઠક માટે ભરાયા હતા. જેમાંથી ૧૨૯૬ ફોર્મ સરપંચની બેઠક માટે અને ૩૫૭૯ ફોર્મ સભ્યોની બેઠક માટે માન્ય રહ્યા હતા. જેમાંથી ૯૪ સરપંચ તથા ૧૯૬૦ સભ્યો બિન હરીફ બન્યા હતા. જેમાં ૬૨૫ ઉમેદવાર સરપંચની બેઠક માટે તથા ૧૨૨૫ ઉમેદવાર સભ્યોની ચૂંટણી યોજાશે.
હાલમાં પાટણ જિલ્લામાં ૩૮૦ ગ્રામ પંચાયતોમાંથી ૭૦ ગ્રામ પંચાયતો સંપૂર્ણ બિન હરીફ (સમરસ) બની છે. જ્યારે ૭૮ ગ્રામ પંચાયતો અંશત: બિન હરીફ બની છે. બાકીની કુલ ૨૩૨ ગ્રામ પંચાયતો જેમાં ૨૨૪ સરપંચની બેઠકો માટે તથા ૫૬૩ સભ્યોની બેઠક માટે ૨૨ જૂન ૨૦૨૫ ના રોજ મતદાન યોજાશે. જેમાં કુલ ૬૦૬ મતદાન મથકો ખાતે ૫,૧૧,૯૪૩ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. જેમાં કુલ ૬૪૮ મત પેટીઓ ઉપયોગમાં લેવામાં આવનાર છે.
ગ્રામ પંચાયત ચૂંટણીમાં અંદાજિત ૩૩૯૪ પોલિંગ સ્ટાફ તથા ૧૧૯૮ જેટલો પોલીસ સ્ટાફ મતદાન મથકે ફરજ બજાવશે. જિલ્લામાં કુલ મતદાન મથકો પૈકી ૨૯૯ મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથક તરીકે નક્કી કરવામાં આવેલ છે. જેમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવશે. ગ્રામ પંચાયત ચૂંટણી અન્વયે ૨૫ જૂન ૨૦૨૫ ના રોજ તાલુકા વાઇસ અલગ અલગ કુલ નવ કાઉન્ટિંગ સ્થળોએ મતગણતરી હાથ ધરવામાં આવશે તેવું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Election Commission#Patan district#Local Governance#Community Representation#Gram Panchayat Elections#Electoral Process#Local Elections#Political Participation#Vote Counting#Polling Stations#Voter Participation#Polling Staff#Election Statistics#Election Security#Sarpanch Seats#Uncontested Elections#Candidate Forms#Sensitive Polling Stations#Gram Panchayat Structure
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
2 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
4 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
5 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
5 દિવસ પહેલા
