રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ22 જુલાઈ, 2026| Super Admin

પાટણ કોંગ્રેસ આવી રસ્તા પર: દિલ્હીમાં પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો

પાટણ કોંગ્રેસ આવી રસ્તા પર: દિલ્હીમાં પોલીસ કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો

શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે પૂતળાદહન કરી ચક્કાજામ કરાયો

કોગ્રેસ આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી મીડીયાકર્મીઓ સાથે પોલીસે ગેરવર્તન કર્યાના આક્ષેપ

પાટણમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ દમન અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ મલ્લિકાર્જુન ખડગે તથા રાહુલ ગાંધીની ધરપકડના વિરોધમાં બુધવારે શહેરના સિધ્ધપુર ચાર રસ્તા પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

42.jpg 99.08 KB
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સૂચનાના આધારે યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ વ્યક્ત કરી ચક્કાજામ કરતાં ટ્રાફિક જામના દૃશ્યો સજૉયા હતાં. જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણના સિધ્ધપુર ચાર રસ્તા ખાતે વિરોધ કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.કોંગ્રેસના કાર્યકરો નવજીવન ચોકડી પાસે એકત્રિત થઈ ચક્કાજામ કરતાં મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.શિક્ષણ પ્રધાનના પૂતળાનું દહન કરી પોલીસ સાથે ધક્કા મુક્કી કરતાં વાતાવરણ તંગ બન્યું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે અનેક કાર્યકરોને ટાંગાટોળી કરીને ડીટેઇન કર્યા હતા.
44.jpg 110.55 KB
આ પ્રસંગે પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે સરકાર અને વહીવટીતંત્રની કાર્યવાહી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓનો ઉકેલ લાવવાને બદલે સરકાર દમનકારી વલણ અપનાવી રહી છે. જો આગામી સમયમાં પણ પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી ચાલુ રહેશે તો કોંગ્રેસ પક્ષ પોલીસ વહીવટીતંત્ર વિરુદ્ધ પણ વધુ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.પાટણ જિલ્લા કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયત કરાયેલા કોંગ્રેસી નેતાઓનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે પોલીસે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપો સામે આવ્યા હતાં.

આ મામલે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે SOGના PSI ડી. કે. ચૌધરી અને બી ડિવિઝન ના PI નીરવ શાહ પર મીડિયાકર્મીઓ સાથે દાદાગીરી કરવાનો આક્ષેપ કર્યો છે.આરોપ મુજબ, પત્રકારો કવરેજ અને ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા ત્યારે પોલીસે કેમેરા પર હાથ મારી ઝપાઝપી કરી અને તેમને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.ધારાસભ્યએ જણાવ્યું કે લોકશાહીમાં મીડિયાને સ્વતંત્ર રીતે રિપોર્ટિંગ કરવાનો અધિકાર છે અને પોલીસનું આ વર્તન અયોગ્ય છે. તેમણે સમગ્ર ઘટનાની ઉચ્ચ કક્ષાએ તેમજ જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરવાની જાહેરાત કરી હતી અને મીડિયા કર્મીઓની લડતમાં કોંગ્રેસ તેમના સમર્થનમાં રહેશે તેવી ખાતરી પણ વ્યક્ત કરી હતી.

સંબંધિત સમાચાર