રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ2 મે, 2026| Super Admin

પાટણ ભાજપ એક્શન મોડમાં: તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા તેજ

પાટણ ભાજપ એક્શન મોડમાં: તાલુકા પંચાયતના નવા હોદ્દેદારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા તેજ

આવતીકાલે જિ.પંચાયત અને બે નગરપાલિકાની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે

પાટણ જિલ્લામાં ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા હોદ્દેદારોની નિમણૂક માટે શનિવારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલ ત્રણ નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત ત્રણ નિરીક્ષકોએ જિલ્લાની તાલુકા પંચાયતો અને ચૂંટાયેલા સદસ્યોના અભિપ્રાય લઈ પ્રદેશ કક્ષાએ રજૂ કરશે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન,પક્ષના નેતા અને દંડક સહિતના પદાધિકારીઓની પસંદગી માટે આ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું અને આ પ્રક્રિયા માટે પ્રદેશ ભાજપ દ્વારા  ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરાઈ છે. જેમાં સુરેન્દ્રનગર પ્રદેશ કારોબારી સભ્ય દિલીપ પટેલ,કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા અને પ્રદેશ મંત્રી આશાબેન નકુમે ચૂંટાયેલા સદસ્યો અને પદાધિકારીઓ સાથે રૂબરૂ મળીને અભિપ્રાયો મેળવ્યા હતા. શનિવારે પ્રથમ દિવસે ચાણસ્મા,હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર, સાંતલપુર અને સરસ્વતી સહિત સાત તાલુકા પંચાયતોના પ્રમુખ,ઉપપ્રમુખ અનેકારોબારી સમિતિના ચેરમેન પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

જયારે આવતીકાલે રવિવારે બીજા દિવસે પાટણ અને સિદ્ધપુરનગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ માટે સદસ્યોના અભિપ્રાય લેવાશે. અને ત્યારબાદના દિવસે પાટણ જિલ્લા પંચાયતના પદાધિકારીઓની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયામાં જિલ્લાની કુલ બે નગરપાલિકાઓ અને તમામ પંચાયતોના માળખાને આવરી લેવાશે. નિરીક્ષકો દ્વારા લેવાયેલા અભિપ્રાયોનો અહેવાલ આગામી સપ્તાહમાં જિલ્લા સંકલન સમિતિને સુપરત કરાશે. ત્યારબાદ આ અહેવાલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ થશે. ત્યારબાદ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં નામો પર આખરી મહોર લાગશે, જેના આધારે જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નવા હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરાશે.નોંધનીય છે કે સિદ્ધપુર અને પાટણ તાલુકા પંચાયત હાલ કોંગ્રેસના શાસન હેઠળ છે.આ પ્રક્રિયા દરમિયાન પાટણ સાંસદ ,જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લાના ત્રણેય મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર