રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ20 મે, 2026| Super Admin

પાટણ: દેશવ્યાપી હડતાળના સમર્થનમાં જિલ્લાના ૭૫૦ કેમિસ્ટો જોડાયા

પાટણ: દેશવ્યાપી હડતાળના સમર્થનમાં જિલ્લાના ૭૫૦ કેમિસ્ટો જોડાયા

ઓનલાઈન ફાર્મસી અને ડુપ્લીકેટ દવાઓના વેચાણ સામે ઉગ્ર વિરોધ વચ્ચે કડક કાયદો લાવવા ઉગ્ર માંગ

ઓનલાઈન દવાના વેચાણ અને ગેરકાયદે ઈ-ફાર્મસીના વિરોધમાં ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એસોસિએશનના આહવાન પર રાષ્ટ્ર વ્યાપી હડતાળના ભાગરૂપે બુધવારે પાટણ શહેર અને જિલ્લાના આશરે 750 હોલસેલ અને રિટેલ મેડિકલ સ્ટોર માલિકોએ એક દિવસીય પ્રતીક હડતાળ પાડીને ઇમરજન્સી સેવાઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ હડતાળને કારણે સ્થાનિક સ્તરે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સામાન્ય જનતાને કોઈ ગંભીર અસુવિધા ન ભોગવવી પડે તે માટે કેમિસ્ટ એસોસિએશન દ્વારા સાવચેતીના ભાગરૂપે શહેરમાં 24 કલાક કાર્યરત રહેતી ઇમરજન્સી મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવામાં આવી હતી, જેથી નાગરિકો કટોકટીના સમયે જરૂરી દવાઓ મેળવી શકે. બંધ રહેલા મેડિકલ સ્ટોર્સની બહાર હડતાળના બેનરો લગાવવામાં આવ્યા હતા અને, જેમાં દર્દીઓને થનારી અસુવિધા બદલ સંચાલકો દ્વારા ક્ષમાયાચના પણ માંગવામાં આવી હતી.

કેમિસ્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, સરકારને ઓનલાઈન વ્યાપાર કરનાર કેમિસ્ટો સામે અનેક રજૂઆતો કરી હોવા છતાં સરકારે કોઈ નક્કર પગલાં લીધા નથી, જેના કારણે હવે એસોસિએશન આક્રમક મૂડમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયમાં લોકો ઘરની બહાર ન નીકળે અને તેમના ઘર સુધી દવાઓ સરળતાથી પહોંચી શકે તેવા આશયથી તત્કાલીન સમયે ઓનલાઈન દવાના વેપારને સરકારી મંજૂરી આપવામાં આવી હતી.જોકે, હવે આ ઓનલાઈન વ્યવસ્થાના કારણે સ્થાનિક સ્તરે પ્રામાણિક વેપાર કરતા નાના વેપારીઓને આર્થિક રીતે મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું હોવાનો દાવો કેમિસ્ટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે.

એસોસિએશને ગંભીર આક્ષેપ કર્યો છે કે, મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા અલગ-અલગ આકર્ષક ડિસ્કાઉન્ટના નામે સામાન્ય લોકોને ડુપ્લીકેટ અને અપ્રમાણિત દવાઓ પધરાવવામાં આવી રહી છે.આ ઉપરાંત, ઓનલાઈન પ્લેટફોર્મ પર નશાકારક દવાઓનું વેચાણ પણ કોઈ પણ જાતના નિયંત્રણ વિના બેરોકટોક થઈ રહ્યું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે, જેનાથી સામાન્ય લોકોના સ્વાસ્થ્ય અને દેશની સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થયું છે. આ ગંભીર પરિસ્થિતિને રોકવા માટે કેમિસ્ટો દ્વારા 5 મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ મૂકવામાં આવી છે. જેમાં ઓનલાઈન દવાનું વેચાણ સંપૂર્ણ બંધ કરવું, કોરોના સમયે અપાયેલી છૂટછાટો રદ કરવી, કોર્પોરેટ કંપનીઓનું ભારે ડિસ્કાઉન્ટ બંધ કરાવવું, ગેરકાયદે ઈ-ફાર્મસી પર પ્રતિબંધ મૂકવો અને નશાકારક દવાઓનું ઓનલાઈન વેચાણ અટકાવવાનો સમાવેશ થાય છે.ડુપ્લીકેટ દવાઓનું ઉત્પાદન અને વેચાણ કરનારા અસામાજિક તત્વો સામે અત્યંત કડક કાયદાકીય જોગવાઈઓ લાવવાની માંગ પણ આ આંદોલન દ્વારા બુલંદ કરવામાં આવી છે.

પાટણ જિલ્લા કેમેસ્ટ્રી એન્ડ ડ્રગ્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, જિલ્લામાં આશરે 750 જેટલા હોલસેલ અને રિટેલ મેડિકલ સ્ટોર્સ છે અને આ હડતાળમાં પાટણ કેમેસ્ટ્રી એન્ડ ડ્રગ્સ એસોસિએશન સંપૂર્ણ પણે જોડાયું છે. જોકે, દર્દીઓને સારવારમાં કોઈ મોટી તકલીફ ન પડે તે માટે માનવતાના ધોરણે દરેક તાલુકા વાઇઝ 2 મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવા માટે એસોસિએશન દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર