રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણના નવીન બસપોર્ટ પર ગંદકીના સામ્રાજ્યને લઈ મુસાફર જનતા ત્રાહિમામ બની

પાટણના નવીન બસપોર્ટ પર ગંદકીના સામ્રાજ્યને લઈ મુસાફર જનતા ત્રાહિમામ બની

નિયમિત સફાઈ મામલે ડેપો મેનેજર,કોન્ટ્રાક્ટર અને  પાલિકાની હુસાતુસી વચ્ચે પિસાતા મુસાફરો

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તાજેતરમાં જ લોકાપર્ણ કરવામાં આવેલ અને  કરોડના ખર્ચે તૈયાર થયેલ પાટણના નવીન આઈકોનિક બસપોર્ટની હાલત હાલમાં બદતર બની હોવાનું સામે આવ્યું છે. આ નવીન બસ પોર્ટમાં ઠેર ઠેર  ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો આ ગંદકી ની નિયમિત સફાઈ મામલે નવીન બસ પોર્ટના મેનેજર, કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની અંદરો અંદરની હુસાતુસીમાં હાલ તો મુસાફરો આ ગંદકી થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બસપોર્ટમાં ઠેર-ઠેર કચરાના ઢગ અને શૌચાલયોની દુર્ગંધથી મુસાફર જનતા પરેશાન બની છે. ત્યારે સત્તાધીશોની આંતરિક ખેંચતાણને કારણે યાત્રિકોના આરોગ્ય સામે મોટું જોખમ ઉભું થયું હોય નવીન બસ પોર્ટની ગરીમા જળવાઈ તે મુજબ રોજેરોજ બસ પોર્ટની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી મુસાફર જનતાની માગ પ્રબળ બની છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર