રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કડીના મેઘના કેમ્પસમાં વિદ્યાર્થિનીની છેડતી થતાં વાલીઓનો ઉગ્ર વિરોધ

કડીના મેઘના કેમ્પસમાં વિદ્યાર્થિનીની છેડતી થતાં વાલીઓનો ઉગ્ર વિરોધ

કડી સ્થિત જાણીતા મેઘના કેમ્પસમાં વિદ્યાલયની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કરતી એક અત્યંત નિંદનીય ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અહીંની એક ખાનગી શૈક્ષણિક સંસ્થામાં જ્યારે વાલી સંમેલન (પેરેન્ટ્સ મીટિંગ) ચાલી રહ્યું હતું, તે જ સમયે ભોજન સમારંભમાં એક માસૂમ બાળકી સાથે અણછાજતું વર્તન કરવામાં આવ્યું હતું. ભોજનના સમયે જ્યારે વિદ્યાર્થિની છાશ લેવા ગઈ ત્યારે રસોઈના કોન્ટ્રાક્ટમાં કામ કરતા એક કર્મચારીએ તેનો હાથ પકડીને છેડછાડ કરી હતી. આ અણધારી હરકતથી ભયભીત થયેલી બાળકીએ તુરંત જ પોતાના વાલી પાસે જઈને સમગ્ર ઘટના વર્ણવી હતી.

આ શરમજનક કૃત્યની જાણ થતાં જ કેમ્પસમાં ઉપસ્થિત તમામ વાલીઓનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું. શિક્ષણના ધામમાં જ દીકરીઓની સલામતી જોખમમાં હોવાની બાબતે વાલીઓએ શાળા મેનેજમેન્ટ વિરુદ્ધ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને અને વાલીઓનો ભારે આક્રોશ પારખીને શાળાના જવાબદાર ટ્રસ્ટીઓ પરિસ્થિતિનો સામનો કરવાને બદલે કેમ્પસમાંથી પલાયન થઈ ગયા હોવાની ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.

સમગ્ર મામલો ગરમાતા વાલીઓ દ્વારા તાકીદે પોલીસ પ્રશાસનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને પારખીને પોલીસનો કાફલો સત્વરે ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રોષે ભરાયેલા વાલીઓને શાંત પાડીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં પોલીસે આ મામલે કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જ્યારે વાલીઓ દ્વારા આ લંપટ કર્મચારી સામે સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર