રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણમાં ગંદકી કરવાની ના પાડતા વૃદ્ધ દંપતી પર પાડોશીઓનો હુમલો, ઘરમાં ઘૂસી દંડા વડે ફટકાર્યા

પાટણમાં ગંદકી કરવાની ના પાડતા વૃદ્ધ દંપતી પર પાડોશીઓનો હુમલો, ઘરમાં ઘૂસી દંડા વડે ફટકાર્યા

વૃધ્ધ દંપતી ઉપર જીવલેણ હુમલો કરનાર સાતશખ્સો સામે ફરિયાદ નોંધાઈ

પાટણમાં પાડોશીઓને ગંદકી કરવાની ના પાડતાં વૃદ્ધ દંપતી પર જીવલેણ હુમલો કરાયો હોય આ મામલે ઇજાગ્રસ્તે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ૭ શખ્સો સામે ગુનો નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ શહેરના મોતીબાગ સોસાયટીમાં રહેતા ૭૧ વર્ષીય વૃદ્ધા હંસાબેન જાદવ અને તેમના પતિ નરેન્દ્રભાઈ પર પડોશમાં રહેતા સાત શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો.

આ ઘટનામાં આરોપીઓએ વૃદ્ધાના ઘરમાં ઘુસી તેમને પ્લાસ્ટિકના ડંડા (સિક્યુરિટી સ્ટીક) વડે માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓપહોંચાડી હતી. એટલું જ નહીં, હુમલાખોરોએ વૃદ્ધાના પતિને પણ ઘર માંથી ઢસડીને બહાર કાઢી લાકડીઓ વડે માર માર્યો હતો અને ઘરમાં રહેલા સરસામાનની તોડફોડ કરી નુકસાન કર્યું હતું.હુમલાખોરોએ જતી વખતે દંપતીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. ઇજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ મામલે પાટણ સીટી બી. ડિવિઝન પોલીસે હંસાબેનની ફરિયાદના આધારે રેખાબેન સેનમા, પૂજાબેન સેનમા, ખ્યાતિબેન પરમાર, ગૌતમભાઈ પરમાર, મયંક પરમાર, મિત સોલંકી અને અન્ય એક શખ્સ મળી કુલ ૭ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર