રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

નંદાસણ પોલીસે બાતમીના આધારે; 72,000ની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો

નંદાસણ પોલીસે બાતમીના આધારે; 72,000ની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો

કડી તાલુકાના નંદાસણ પોલીસે મોડી રાત્રે ગણેશપુરા પાટિયા પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતી આઈ20 કાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી રૂ. 72,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઇ સિસોદિયાને બાતમી મળી હતી કે મહેસાણાથી એક સફેદ આઈ20 કારમાં વિદેશી દારૂનો જથ્થો છત્રાલ થઈને અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. આ માહિતીના આધારે પોલીસે ગણેશપુરા પાટિયા પાસે ધરતી સતી હોટલ નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા ચાલક કૃણાલ ઉર્ફે ગુડ્ડુ (રહે. નરોડા, અમદાવાદ) મળી આવ્યો હતો. કાર નંબર GJ RP 7165માંથી કુલ 525 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તે નરોડામાં વિદેશી દારૂનો વેપલો કરે છે અને આ જથ્થો કટોસણના બાપુ નામના શખ્સ પાસેથી લાવ્યો હતો. પોલીસે કાર, દારૂની બોટલો સહિત કુલ રૂ. 3,75,090નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી કૃણાલ અને બાપુ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલી કારમાં પાછળની નંબર પ્લેટ લગાવેલી ન હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર