રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ
મહેસાણા3 જૂન, 2026| Super Admin

વિસનગરમાં 'મ્યુલ એકાઉન્ટ' કૌભાંડ: ૭૫ લાખના શંકાસ્પદ વ્યવહારો મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

વિસનગરમાં 'મ્યુલ એકાઉન્ટ' કૌભાંડ: ૭૫ લાખના શંકાસ્પદ વ્યવહારો મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ (ગણેશપુરા) ગામમાં સાયબર ક્રાઈમનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં નાણાંકીય લાભ મેળવવાની લાલચમાં એક સ્થાનિક વ્યક્તિનું બેંક ખાતું 'મ્યુલ એકાઉન્ટ' તરીકે દેશવ્યાપી છેતરપિંડી માટે વપરાયું હતું. વિસનગરની આઈડીબીઆઈ (IDBI) બેંકના આ ખાતા મારફતે સાયબર ઠગોએ લાખો રૂપિયાની હેરાફેરી કરી હોવાનો પર્દાફાશ થયો છે. સમગ્ર કૌભાંડનો વ્યાપ દેશના અનેક રાજ્યો સુધી ફેલાયેલો હોવાથી વિસનગર તાલુકા પોલીસે ખાતાધારક સામે ગુનો નોંધીને આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કની સઘન તપાસ હાથ ધરી છે.

આ કૌભાંડની કાર્યપદ્ધતિ અંગેની પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે, ખાતાધારક પટેલ ડાહ્યાભાઈ ચેલાભાઈને બેંક લોનની જરૂરિયાત હોવાથી મુંબઈના સૈયદભાઈ નામના શખ્સે તેમના દસ્તાવેજો મેળવીને આ ખાતું ખોલાવ્યું હતું. રાજ્યના 14C-સમન્વય પોર્ટલ પરથી ગત ૧૯ જૂન ૨૦૨૫ના રોજ શંકાસ્પદ ઈનપુટ મળતાં મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વિશેષ ટીમ બનાવી તપાસ શરૂ કરાઈ હતી. જેમાં સામે આવ્યું કે, આ ખાતામાં માત્ર ડિસેમ્બર ૨૦૨૫ના ટૂંકા ગાળામાં જ (તા. ૩ થી ૨૯ ડિસેમ્બર) રૂ. ૭૫,૭૨,૧૧૯ ની જમા રકમ (Credit) અને રૂ. ૭૩,૪૦,૫૪૯ ના ઉપાડ (Debit) સાથે શંકાસ્પદ વ્યવહારો થયા હતા.

આ 'મ્યુલ એકાઉન્ટ' મારફતે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ આંધ્ર પ્રદેશ, કેરળ, હરિયાણા, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને પંજાબના નાગરિકો સાથે પણ છેતરપિંડી આચરવામાં આવી છે. આ ફ્રોડનો ભોગ બનેલા પીડિતો દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર અત્યાર સુધીમાં કુલ ૩૨ જેટલી ફરિયાદો નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસના વિસ્તૃત રિપોર્ટ બાદ વિસનગર તાલુકા પોલીસે પટેલ ડાહ્યાભાઈ વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી આ ગુનાહિત નેટવર્કના મૂળ સુધી પહોંચવા કડક કાર્યવાહી શરૂ કરી છે.

ટેગ્સ:#Visnagar#mule accounts

સંબંધિત સમાચાર