રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ9 સપ્ટેમ્બર, 2026| Super Admin

પાટણના બગવાડા ચોકી વિસ્તારમાં ભૂવાએ સર્જી મુશ્કેલી: પાલિકાની બેદરકારીથી ST બસ ફસાઈ, પાઇપલાઇન લીકેજ

પાટણના બગવાડા ચોકી વિસ્તારમાં ભૂવાએ સર્જી મુશ્કેલી: પાલિકાની બેદરકારીથી ST બસ ફસાઈ, પાઇપલાઇન લીકેજ

ચાણસ્મા-પાટણ રૂટની બસની ગતિ ધીમી હોવાથી મોટી દુર્ઘટના ટળતા તમામ મુસાફરો સુરક્ષિત

ચાણસ્મા થી પાટણ બસ સ્ટેશન તરફ આવી રહેલી એસટી બસ બગવાડા પોલીસ ચોકી પાસે રોડ પર અચાનક ભુવો પડવાના  કારણે બુધવારે સવારે ફસાઈ ગઈ હતી. ચાલુ બસ દરમિયાન રસ્તા પર ભુવો પડતા બસનું પૈડું તેમાં ગરકાવ થઈ ગયું હતું. જોકે, બસની સ્પીડ 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હોવાથી કોઈ મુસાફરને ઈજા કે જાનહાની થઈ ન હતી. બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.

ચાણસ્માથી પાટણ તરફ આવી રહેલી આ એસટી બસ પોતાના નિર્ધારિત રૂટ પર પાટણ બસ સ્ટેશન તરફ જઈ રહી હતી.બગવાડા પોલીસ ચોકી નજીક પહોંચતા જ રોડ પર અચાનક એક મોટો ભુવો પડી ગયો હતો. આ ભુવામાં બસનું પૈડું ફસાઈ ગયું અને બસ નીચે બેસી ગઈ, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. ઘટના સમયે બસમાં ઘણા મુસાફરો સવાર હતા, પરંતુ વાહનની ગતિ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને રસ્તા પર વાહનવ્યવહાર પર અસર પડી હતી.

અકસ્માતની જાણ થતા જ પોલીસ ટીમ અને સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે બસને બહાર કાઢવા સહિતની આગળની કામગીરી શરૂ કરી હતી. તો પાલિકા તંત્રએ પણ જેસીબી મશીન સાથે ધટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી. જોકે કામગીરી દરમ્યાન પાણીની પાઈપ લાઈન લિકેજ થતાં માગૅ પર પાણીની રેલમછેલ સજૉતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર