પાટણ જિલ્લાના સમી-હારીજ હાઇવે પર વીરા હોટલ સામે હ્યુન્ડાઇ i20 કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી કારે બાઇકને સામેથી જોરદાર ટક્કર મારતાં બાઇક ચાલક મહંમદહનીફ હીમુભાઇ કાજી ગંભીર રીતે ઘવાયા હતા. તેમને સારવાર માટે મહેસાણા લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જ્યો બાદ કારચાલક વાહન સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગે સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
સમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
પાટણપાટણ-ઊંઝા હાઈવે પર કાર-ટ્રક વચ્ચે અકસ્માત સજૉતા ટ્રાફિક જામ
32 મિનિટ પહેલા
પાટણપાટણમાં 20 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં અરેરાટી વ્યાપી
34 મિનિટ પહેલા
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
2 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
2 દિવસ પહેલા
