સિદ્ધપુર તાલુકા ખાતે રાષ્ટ્રીય પછાત વર્ગ મોરચા દ્વારા ઓબીસીની જાતિ આધારિત વસ્તી ગણતરી સહિત વિવિધ મુદ્દાઓને લઈને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય પછાત વર્ગ મોરચાના જણાવ્યા મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા 2027ની વસ્તી ગણતરીમાં ઓબીસી માટે અલગ વિકલ્પ/કૉલમ ન રાખવામાં આવે તો ઓબીસી સમાજ સાથે અન્યાય થવાની શક્યતા છે. ઓબીસીની જાતિ આધારિત ચોક્કસ વસ્તી ગણતરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈવીએમ મશીનની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે તથા વિધવા મહિલાઓને દર મહિને ₹12,000 પેન્શન આપવામાં આવે તેવી પણ માંગ રજૂ કરવામાં આવી હતી. આ માંગણીઓને લઈને રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમના અનુસંધાને 550 જિલ્લા અને 3,500 તાલુકા કક્ષાએ આવેદનપત્રો સુપરત કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે સિદ્ધપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે પણ આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
સિદ્ધપુર મામલતદાર કચેરીએ રાષ્ટ્રીય પછાત વર્ગ મોરચા દ્વારા આવેદનપત્ર સુપ્રત કરાયું

સંબંધિત સમાચાર
પાટણપાટણ યુનિવર્સિટીએ પરિણામોમાં થતા વિલંબને અટકાવવા નવી મૂલ્યાંકન નીતિ ઘડી
10 મિનિટ પહેલા
પાટણમહેસૂલી કર્મચારીઓનું આંદોલન: પાટણમાં માસ સીએલ બાદ ૭મીથી અનિશ્ચિતકાલીન હડતાળની ચિમકી
17 મિનિટ પહેલા
પાટણપાટણ જિલ્લા પંચાયત: ખાસ સામાન્ય સભા બોલાવવા અને ગ્રાન્ટ ફાળવણી મુદ્દે કોંગ્રેસનો હોબાળો
20 મિનિટ પહેલા
પાટણસિદ્ધપુર સગીરા અપહરણ કેસ: હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપી ઋષિકેશથી ઝડપાયો
38 મિનિટ પહેલા
