રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા24 જૂન, 2026| Super Admin

મહેસાણામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો: બે રીઢા ગુનેગારો ગણતરીના કલાકોમાં ઝડપાયા

મહેસાણામાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો: બે રીઢા ગુનેગારો ગણતરીના કલાકોમાં ઝડપાયા

 મહેસાણાના કુકસ રોડ પર જૂની પોલીસ લાઈન નજીકથી બાઇક પર પસાર થઈ રહેલા સચિન દેવીપૂજક નામના યુવાનને આંતરીને લૂંટ ચલાવવામાં આવી હતી. ક્રિકેટ રમીને પરત ફરી રહેલા આ યુવકને રાવળ વિનય અને પ્રદીપ ઝાલા નામના શખ્સોએ રસ્તામાં રોક્યો હતો. ત્યારબાદ આ બંનેએ તેની સાથે ગાળાગાળી કરી, લોખંડના ધારિયાથી હુમલો કરી સામાન્ય ઈજા પહોંચાડી હતી. આ શખ્સો યુવાનના ખિસ્સામાંથી રોકડા રૂ.૧૦,૬૦૦ ઝુંટવી લઈને, તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના અંગે ભોગ બનનાર યુવાને મહેસાણા શહેરના 'એ' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પીઆઈ આર.એલ. પારગીના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ જયદીપકુમાર અને કોન્સ્ટેબલ મનિષકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કસ્બા દેવીપૂજકવાસ વિસ્તારમાંથી બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે તેમની પાસેથી લૂંટાયેલા રૂ.૧૦,૬૦૦ રોકડા તેમજ હુમલામાં વપરાયેલું હથિયાર (ધારિયું) જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ તપાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે, ઝડપાયેલા બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે અને લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી વિનય ઉર્ફે વીનિયા વિરુદ્ધ અગાઉ મહેસાણામાં ઘરફોડ ચોરી અને હથિયાર ધારા હેઠળ સાત જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે બીજા આરોપી પ્રદીપ ઝાલા સામે પણ મહેસાણા એ-ડિવિઝન ઉપરાંત અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મારામારી, ધાકધમકી અને હથિયાર રાખવા અંગેના ગુનાઓ દાખલ થયેલા છે.

ટેગ્સ:#mehsana

સંબંધિત સમાચાર