રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા28 જુલાઈ, 2025| Super Admin

મહેસાણા; સતલાસણાના તાલુકાના ખોડામલી ગામમાં વરસાદી પાણી ઘુસતા જનજીવન પ્રભાવિત

મહેસાણા; સતલાસણાના તાલુકાના ખોડામલી ગામમાં વરસાદી પાણી ઘુસતા જનજીવન પ્રભાવિત
વરસાદી પાણીમાં અનેક વાહનો ડૂબ્યા: તંત્ર નિંદ્રાધીન સતલાસણા તાલુકાના ખોડામલી ગામ દર ચોમાસે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ જતું હોય છે. ચોમાસાની સીઝનમાં ખોડામલી ગામમાં ડુંગરમાંથી વરસાદી પાણી ગામમાં ઘુસી જતાં ચારેય બાકી વરસાદી પાણીની મળ્યો વહેવા લાગી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. ગામ લોકો ભારે વરસાદથી ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે ખોડામલી ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા ગામ લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. જેના લીધે ખોડામલી ગામના લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા નાળાની કેપેસિટી યોગ્ય નહીં હોવાથી બારમવાર પૂર જેવી સ્થિતિ સર્જાતી હોય છે. જેના કારણે લોકોનું જીબન પ્રભાવિત થતા ગામ લોકો સરકારો તંત્ર પર ફિટકાર વરસાવતા પોતાનો આક્રોશ વ્યક્ત કરતા નજરે પડ્યા છે. આ મામલે ગ્રામજનોએ અગાઉ પણ જવાબદાર તંત્રને રજૂઆત કરવા છતાં વહીવટી તંત્રએ હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. જેના લીધે બાળકો શાળામાં શિક્ષણથી વંચિત રહી જ્યા છે ત્યારે સવાલ એ થાય છે આવા સંજોગોમાં નાના બાળકોને શાળાએ કેવી રીતે મોકલવા?? વરસાદી પાણીના ધસમસતા પ્રવાહમાં કોઈ વ્યક્તિ બીમાર પડે તો દવાખાને લઈ જવા પણ મુશ્કેલ બની જાય છે. વરસાદના કારણે ગામ લોકો દ્વારા વારંવાર રજુઆત અને માંગણી કરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી હલતું નથી જેના લીધે ગામ લોકોના જીવ પડીકે બંધાયા છે. ખોડામલી જૂથ ગામ પંચાયતને જોડતું ગામ વાવડી અને ધોળું ગામના લોકોની સમસ્યા બહુ જ વિકટ બની જવા પામી છે. ગામલોકોને અવર જવર માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે. ખોડામલી ગામમાં ભારે વરસાદને કારણે રોડ પરથી પસાર થઈ રહેલ ટ્રેક્ટર  ડૂબી ગયા છે. વાવડી ગામનો ડ્રિપ ભારે વરસાદ કારણે પાણી ભરાઈ જતા વાહનોને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ખોડામલી સહિતના આજુબાજુના ગામ લોકોની આ સમસ્યાનો ક્યારે નિકાલ આવશે એતો અમય આવે જ ખ્યાલ આવી શકશે. સતલાસણા તાલુકાનું વહીવટી તંત્ર કુંભકર્ણની ધોર નિંદ્રામાં પોઢયું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્રની આળસમાં ખોડામલી સહિતના ગામોમાં લોકોના જીવ પડીકે બંધાઈ ગયા છે.

સંબંધિત સમાચાર