રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા23 નવેમ્બર, 2024| Super Admin

ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી મહેસાણા એલસીબી પોલીસે દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું

ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી મહેસાણા એલસીબી પોલીસે દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું

કુલ રૂપિયા 37,38,048 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પર પસાર થઇ રહેલ કન્ટેનરમા વિદેશી દારૂનો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. તેવી ખાનગી બાતમીના આધારે મહેસાણા એલસીબી પોલીસે વોચ ગોઠવી સદર કન્ટેનર પસાર થતાં રોકી તલાશી લેતાં કન્ટેનર માંથી વિદેશી દારૂની પેટી નંગ 882 મળી કુલ રૂ 37,38,048 તથા કન્ટેનર મોબાઇલ સહિત રૂપિયા 62,43,048 ના મુદામાલ સાથે ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર મહેસાણા એલસીબી પોલીસને બાતમી મળેલ કે અશોક લેલેન્ડ કન્ટનેરમાં દારુ ભરીને બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી પસાર થઈ રહયો છે. જેથી એલસીબી પોલીસે સદર સ્થળે વોચ ગોઠવી હકીકત વાળું અશોક લેલેન્ડ કન્ટેનરનો ચાલક જાખડ જાટ હરીશ હેમારામ દેરામારામ ઉવ 22 રહે ભાચભર તા રામસાર જી બાડમેર રાજસ્થાનવાળો નીકળતા તેને રોકી કન્ટેનરની તલાશી લેવામાં આવી હતી. જેમાં કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ પેટી નંગ 882 રૂ 37,38,048 તથા અશોક લેલેન્ડ કન્ટેનર કિ રૂ 25,00,000 તથા મોબાઇલ નંગ 5000 કુલ રૂ 62,43,048 ના મુદામાલ સાથે રેડ દરમિયાન પકડાઈ જવા પામ્યો હતો. તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી મોકલી આપનાર સુરેન્દ્રસિંહ તેમજ ગુજરાત ખાતે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઇસમો સામે પ્રોહિબેશન ધારા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર