રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા21 જૂન, 2026| Super Admin

મહેસાણા એલસીબીને મોટી સફળતા: પશુ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

મહેસાણા એલસીબીને મોટી સફળતા: પશુ ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

મહેસાણા જિલ્લામાં પશુ ચોરીની વધતી ઘટનાઓને ડામવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ ટીમે ચોક્કસ બાતમીના આધારે પાલાવાસણા ચોકડી પાસે આવેલા પુલ નીચેથી પશુઓની ચોરી કરતી ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ સઘન કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી એક સફેદ સ્વિફ્ટ કાર, ચાર મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ રૂ. ૧,૩૯,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર રેન્જના ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણાના એસપી હિમાંશુ સોલંકીની કડક સૂચના તેમજ પીઆઇ એ.એમ. કામળીયાના નેતૃત્વ હેઠળ એલસીબીએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદથી પોલીસે સલમાન ગુલામુસ્તુફા કુરેશી, મહોમંદઘોષ મહમંદહનીફ કુરેશી અને મહોમંદરફીક મુખત્યાર શેખ નામના ત્રણ ઈસમોને દબોચી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં જ આ ત્રણેય શખ્સોએ પશુ ચોરીના ગુનામાં પોતાની સંડોવણી હોવાનો સ્પષ્ટ સ્વીકાર કર્યો હતો.

આ સમગ્ર પ્રકરણમાં આ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અન્ય બે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર (વોન્ટેડ) છે, જેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ સામે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આગળની વધુ તપાસ અર્થે તેમને મહેસાણા તાલુકા પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યા છે. આ સફળ કામગીરીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સંબંધિત સમાચાર