રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા3 જૂન, 2026| Super Admin

મહેસાણા મોઢેરા ચોકડી નજીક ST બસની અડફેટે પુત્રની નજર સામે જ પિતાનું કરૂણ મોત

મહેસાણા મોઢેરા ચોકડી નજીક ST બસની અડફેટે પુત્રની નજર સામે જ પિતાનું કરૂણ મોત

મહેસાણાના મોઢેરા ચોકડી વિસ્તારમાં આવેલા નવા બસ સ્ટેન્ડ નજીક એક કાળજું કંપાવનારી ઘટના બની છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસની અડફેટે આવતાં એક આધેડનું તેમના જ પુત્રની નજર સમક્ષ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. એક્ટિવા પર જઈ રહેલા પિતા-પુત્રને બસ ચાલકે ગફલતભરી રીતે હંકારીને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા બાદ આધેડ બસના પાછળના ટાયરના ભાગે ફસાઈને ઢસડાયા હતા. રસ્તા પર લોહીલુહાણ સ્થિતિમાં તરફડતા આ આધેડે તબીબી સારવાર મળે તે પૂર્વે જ પ્રાણ ત્યજી દીધા હતા.

આ હચમચાવી મુકનાર અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ભીડભાડવાળા જાહેર માર્ગ પર બેફામ ગતિએ બસ હંકારતા ડ્રાઈવર સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોએ ડ્રાઈવરને સ્થળ પર જ પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો. મૃતકના પુત્ર મહમદ બિલાલ બીડીવાલાએ આપેલી ફરિયાદના આધારે મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે બસ ચાલકની અટકાયત કરી છે અને અકસ્માતની ઝીણવટભરી તપાસ માટે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે મોકલી આપવામાં આવ્યો હતો, જેની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર