રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા23 ઑગસ્ટ, 2025| Super Admin

મહેસાણા જિલ્લાનો ધરોઈ ડેમ ભયજનક સપાટી વટાવી: 95% ભરાયેલા ડેમના 4 દરવાજા ખોલાયા

મહેસાણા જિલ્લાનો ધરોઈ ડેમ ભયજનક સપાટી વટાવી: 95% ભરાયેલા ડેમના 4 દરવાજા ખોલાયા
નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ: તંત્રને સતર્ક રહેવા સૂચના મહેસાણા જિલ્લામાં આવેલો ધરોઈ ડેમ કે જે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન છે. હવામના વિભાગની આગાહી મુજબ આવણરા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. તે મુજબ ગત રોજ ઉત્તર ગુજરાત સહિત ઉપરવાસમાં ભારે વરસાસ થવાના લીધે ધરોઈ ડેમ અચાનક ઓવરફ્લો થવાને આરે આવીને ઉભો રહ્યો છે. ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદથી ડેમ છલકાઈ જવાના એંધાણ વાર્તાયા હતા પરંતુ તંત્રને જાણ થતાની સાથે જ ડેમના બે દરવાજા મોડી રાત્રે ખોલવા પડ્યા હતા જ્યારે હાલના તબક્કે અન્ય ચાર દરવાજા ખોલવાની ફરજ પડી છે. જેનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું હતું.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાલ ધરોઈ ડેમમાં પાણીની આવક 59,444 ક્યુસેક નોંધાઈ છે, જ્યારે તેમાંથી 58,880 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફુટની છે ત્યારે ગત રાત્રીએ ધરોઈ ડેમની સપાટી 620 ફુટથી વધુ થતા ભયજનક બનેલા ડેમના બંને ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડાયુ હતુ. બે દરવાજા ખોલી નદીમાં પાણી છોડાતા નિચાણવાળા વિસ્તારોમાં પાણીથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ધરોઈ ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાના કારણે જો હજી પણ ભારે વરસાદ થશે તો નદીમાં હજુ પાણી છોડવામાં આવી શકે છે. ત્યારે જો વાત કરવામાં આવે તો ધરોઈ ડેમને ઉત્તર ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે અને રેને અડીને આવેલા ચાર જિલ્લાના તંત્રને જાણ કરી સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે. ધરોઈ ડેમમાં અત્યાર સુધી કુલ 59444 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જ્યારે હાલના તબક્કે ધરોઈ ડેમ હાલ 95% જેટલો ભરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમના પાણી પર આધારીત કુલ આઠ નગરપાલિકા અને મહાનગરપાલિકાને આ વર્ષે પાણીની મોટી ચિંતા ટળી ગઈ છે. જ્યારે જિલ્લાના 400 થી વધુ ગામડાઓમાં આખું વર્ષ ચાલી શકે તેટલું પાણી મળશે.તો બીજી તરફ ખેડૂતોને પણ તંત્ર દ્વારા સિંચાઇનું પાણી નિયમ આધારીત મળવા પાત્ર રહેશે. જિલ્લાનું સ્થાનિક તંત્ર ડેમની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી પગલાં લઈ રહ્યું છે. આ વર્ષે ચોમાસામાં મહેસાણા જિલ્લાના સતલાસણામાં સૌથી વધુ સવા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

સંબંધિત સમાચાર