રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા10 જુલાઈ, 2026| Super Admin

મહેસાણા ખેતી બેંક વિવાદ: સાધારણ સભામાં હોબાળો, વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાનોની અટકાયત

મહેસાણા ખેતી બેંક વિવાદ: સાધારણ સભામાં હોબાળો, વિરોધ કરી રહેલા ખેડૂત આગેવાનોની અટકાયત

મહેસાણા ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર બેંકની ૭૪મી વાર્ષિક સાધારણ સભાના પ્રારંભ પૂર્વે જ મોટો વિવાદ સર્જાયો છે. બેંકના વહીવટકર્તાઓ સામે અવાજ ઉઠાવનારા ત્રણ જાગૃત ખેડૂત સભાસદોને મીટિંગ શરૂ થાય તેના થોડા સમય પહેલાં જ પોલીસે અટકાયતમાં લઈ લેતાં સહકારી ક્ષેત્રે ભારે અજંપો ફેલાયો છે. આ કાર્યવાહીને પગલે ખેડૂત આગેવાનો અને વિરોધ પક્ષોએ એવો ગંભીર આરોપ લગાવ્યો છે કે સહકારી માળખામાં સત્તાનો દુરુપયોગ કરીને લોકતાંત્રિક મૂલ્યોની સરેઆમ હત્યા કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, જે ત્રણ ખેડૂત આગેવાનોની અટકાયત કરવામાં આવી છે, તેમણે નિયમાનુસાર સભાના સાત દિવસ પહેલાં જ બેંકના જનરલ મેનેજરને નાણાકીય હિસાબો અને કામગીરી બાબતે લેખિતમાં આકરા સવાલો મોકલ્યા હતા. પરંતુ, આ મુદ્દાઓ પર સભામાં ખુલ્લી ચર્ચા થાય તે અટકાવવા માટે સત્તાધીશોના ઈશારે પોલીસે તેમને મીટિંગ પહેલા જ પકડી લીધા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે જ્યાં સુધી બેંકની સભા સત્તાવાર રીતે આટોપી ન લેવાઈ, ત્યાં સુધી આ ત્રણેય સભાસદોને પોલીસ મથકમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલાને લઈને બેંકના ચેરમેન ડોલર કોટેચા સીધા નિશાના પર આવ્યા છે. ખેડૂત નેતાઓએ તેમના પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, સત્તાધીશો પોતાની ગેરરીતિઓ છુપાવવા અને અકળાવનારા પ્રશ્નોથી બચવા દર વર્ષે પોલીસ બળનો હથિયાર તરીકે ઉપયોગ કરીને આપખુદશાહી ચલાવે છે. પોતાના હક્ક માટે પ્રશ્નો પૂછતા ખેડૂતો સાથે ગુનેગાર જેવો વ્યવહાર કરી સભા પૂરી કરી દેવાના આ કૃત્યથી પાટીદારોના ગઢ ગણાતા મહેસાણાના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ટેગ્સ:#mehsana

સંબંધિત સમાચાર