રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

વાવ-થરાદ જિલ્લામાં મેઘમહેર, લાંબી રાહ બાદ વરસ્યો વરસાદ; ખેડૂતોમાં ખુશીની લહેર

વાવ-થરાદ જિલ્લામાં મેઘમહેર, લાંબી રાહ બાદ વરસ્યો વરસાદ; ખેડૂતોમાં ખુશીની લહેર

જોરદાર પવન અને ધૂળની ડમરીઓ બાદ વાતાવરણમાં આવ્યો અચાનક પલટો; મેઘમહેરથી ખેડૂતોમાં ખુશીનો માહોલ, ગરમી અને ઉકળાટમાંથી લોકોને મળી રાહત

લાંબા વિરામ બાદ વાવ-થરાદ જિલ્લામાં આખરે મેઘરાજાએ મહેર કરતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. સોમવારે બપોર બાદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શરૂઆતમાં જોરદાર પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને સમગ્ર વિસ્તારમાં ધૂળની ચાદર છવાઈ ગઈ હતી. ત્યારબાદ મેઘરાજાએ એન્ટ્રી કરતાં થરાદ સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. વરસાદ શરૂ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદના આગમનથી વાવણી અને અન્ય ખેતી સંબંધિત કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

63.jpg 139.76 KB
 વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલી ઉકળાટ અને ગરમીથી પરેશાન લોકોને પણ રાહત મળી હતી. વરસાદ બાદ માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા અને બાળકો સહિત લોકોએ પણ વરસાદની મજા માણી હતી. ખેતી સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે આગામી દિવસોમાં પણ સારો અને નિયમિત વરસાદ ચાલુ રહેશે તો ખરીફ પાક માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે તેમજ ઉત્પાદન પર પણ સકારાત્મક અસર જોવા મળશે. જિલ્લામાં વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં નવી આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Vav Tharad#Meghmaher

સંબંધિત સમાચાર