રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ2 ઑક્ટોબર, 2026| Super Admin

પાટણ નગરપાલિકા ખાતે DP-3માં સુધારા-સૂચનો માટે બેઠક યોજાઈ

પાટણ નગરપાલિકા ખાતે DP-3માં સુધારા-સૂચનો માટે બેઠક યોજાઈ

ક્રેડાઈ-એન્જિનિયર એસોસિએશન સાથે ચર્ચા કરી મંજૂરીની કામગીરી ઝડપી બનાવાશે

પાટણના થર્ડ ડેવલપમેન્ટ પ્લાન (DP-3) સંદર્ભે સરકાર માંથી આવેલા સુધારા અને પૂર્તતા બાદ એજન્સી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગે પાટણ નગરપાલિકા ખાતે ક્રેડાઈ, એન્જિનિયર એસોસિએશનના પદાધિકારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં શહેરના વિકાસને લગતા મહત્વના સૂચનો મેળવીને આગળની મંજૂરી માટે સરકારમાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો.

પાટણના ત્રીજા ડેવલપમેન્ટ પ્લાન (DP-3) સંદર્ભે રાજ્ય સરકાર માંથી દર્શાવાયેલા સુધારા અને પૂર્તતાઓને ધ્યાનમાં રાખીને એજન્સી દ્વારા પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશન રજૂ કરવા તેમજ જરૂરી સુધારા-વધારા અંગે ચર્ચા-વિચારણા કરવા માટે આ  ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં પાટણના પ્રબુદ્ધ નાગરિકો, એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ તથા પૂર્વ પ્રમુખો, ક્રેડાઈના વર્તમાન અને પૂર્વ હોદ્દેદારો તેમજ નગરપાલિકાના પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને સર્વે શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

બેઠક દરમિયાન ક્રેડાઈ અને અન્ય સંગઠનો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ સૂચનોની નગરપાલિકા તંત્ર દ્વારા નોંધ લેવામાં આવી હતી. આ તમામ સૂચનોનો સમાવેશ કરીને આગળની આખરી મંજૂરી અર્થે પ્રસ્તાવ સરકારમાં મોકલવામાં આવશે, જેથી DP-3 અંગેનો આખરી નિર્ણય વહેલી તકે આવી શકે. બેઠકમાં ક્રેડાઈ દ્વારાDP-3 સંદર્ભે કેટલાંક પાયાના અને મહત્વના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બ્રોડ લેઆઉટના જે રસ્તાઓ હાલ હાઈવે સુધી અડતા નથી, તેને હાઈવે સુધી લંબાવીને ટચ કરાવવા જેથી રોડ કનેક્ટિવિટી સતત જળવાઈ રહે તેવું સૂચન કરાયું હતું. આ ઉપરાંત, આખો વિસ્તાર રેસિડેન્શિયલ બેઠક દરમિયાન ક્રેડાઈ અને અન્ય સંગઠનો દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ સૂચનોની નગરપાલિકા તંત્ર દ્વારા નોંધ લેવામાં આવી હતી. આ તમામ સૂચનોનો સમાવેશ કરીને આગળની આખરી મંજૂરી અર્થે પ્રસ્તાવ સરકારમાં મોકલવામાં આવશે, જેથી DP-3 અંગેનો આખરી નિર્ણય વહેલી તકે આવી શકે.

બેઠકમાં ક્રેડાઈ દ્વારાDP-3 સંદર્ભે કેટલાંક પાયાના અને મહત્વના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં બ્રોડ લેઆઉટના જે રસ્તાઓ હાલ હાઈવે સુધી અડતા નથી, તેને હાઈવે સુધી લંબાવીને ટચ કરાવવા જેથી રોડ કનેક્ટિવિટી સતત જળવાઈ રહે તેવું સૂચન કરાયું હતું. આ ઉપરાંત, આખો વિસ્તાર રેસિડેન્શિયલઝોન હોય અને વચ્ચે કોઈ નાનો ટુકડો રહી જતો હોય, તો તેવા બાકી રહી જતા ટુકડાને પણ રેસિડેન્શિયલ ઝોનમાં પરિવર્તિત કરવા રજૂઆત કરવામાં આવી હતી. નગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી પાટણ તરીકે STP પ્લાન્ટની આજુબાજુ ફોરેસ્ટ બેલ્ટ વિકસાવી શકાય તે માટે રિઝર્વ ફોરેસ્ટનું બફર ઝોન રાખવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું હતું, જેના પર સર્વાનુમતે સંમતિ દર્શાવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર