રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

વિજાપુર-ખણુંસા માર્ગ પર ચાલુ ઇકો કારમાં ભીષણ આગ: જાનહાનિ ટળી, કાર બળીને ખાખ

વિજાપુર-ખણુંસા માર્ગ પર ચાલુ ઇકો કારમાં ભીષણ આગ: જાનહાનિ ટળી, કાર બળીને ખાખ

વિજાપુર-ખણુંસા હાઈવે પર મોડી રાત્રે એક ચાલુ ઇકો કારમાં અચાનક આગ ભભૂકી ઊઠવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં આગ એટલી પ્રચંડ હતી કે કાર સંપૂર્ણપણે બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે ડ્રાઈવરે સમયસર સતર્કતા વાપરીને કારમાંથી બહાર નીકળી જતાં તેનો આબાદ બચાવ થયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના વગડી ગામના વતની રાજેશસિંહ મકવાણા તેમની ઇકો કાર (રજિસ્ટ્રેશન નંબર GJ-18-BQ-3544) લઈને પેસેન્જર બેસાડવા માટે મહેસાણા તરફ જઈ રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન વિજાપુર અને ખણુંસા વચ્ચેના રોડ પર અચાનક જ કારમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. થોડી જ વારમાં આ ધુમાડાએ ભીષણ આગનું રૂપ લઈ લીધું હતું અને આખી કારને લપેટમાં લઈ લીધી હતી.

આગ લાગ્યાની જાણ થતાં જ કારના માલિક રાજેશસિંહે ત્વરિત ૧૧૨ ડાયલ કરીને મદદ માંગી હતી અને વિજાપુર નગરપાલિકાના ફાયર વિભાગને પણ એલર્ટ કર્યા હતા. મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગના કુલદીપભાઈ પટેલ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ તો મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર આગમાં બળીને સાવ ખાખ થઈ ચૂકી હતી. કારચાલકની અગમચેતીના કારણે એક મોટી દુર્ઘટના અને સંભવિત જાનહાનિ ટળી ગઈ હતી. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી, પરંતુ કાર સંપૂર્ણ નાશ પામતા માલિકને અંદાજે રૂ. ૫ લાખ જેટલું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચાલુ કારમાં અચાનક આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ વધુ તપાસ ચાલી રહી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર