રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અરવલ્લી એન્ટી નાર્કોટિક્સ વિંગની મોટી કાર્યવાહી: મેઘરજના ઝરડા ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું

અરવલ્લી એન્ટી નાર્કોટિક્સ વિંગની મોટી કાર્યવાહી: મેઘરજના ઝરડા ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું

અરવલ્લી જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને વાવેતર સામે ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત જિલ્લા એન્ટી નાર્કોટિક્સ વિંગની ટીમે મેઘરજ તાલુકાના ઝરડા ગામે દરોડો પાડી ખેતરમાંથી ₹૨૫,૨૬,૦૦૦ ની કિંમતના લીલા ગાંજાના ૩૬૦ છોડ ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી-મોડાસા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાની સૂચના અને સીધા સુપરવિઝન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગના ઇન્ચાર્જ પી.આઈ. જી.આર. શર્મા તથા તેમની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે સરકારી પંચો, એફ.એસ.એલ. (FSL) અધિકારી અને વીડિયોગ્રાફર સાથે ઝરડા ગામે છાપો માર્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન આરોપી રાજેશભાઇ મેઘાભાઇ મેણાત (ઉં.વ. ૪૦, રહે. ઝરડા) ના કબજા ભોગવટાવાળા ખેતરમાં હળદર, આદુ, પીંડાળુ અને રીંગણ જેવા પાકોની આડમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના ૩૬૦ છોડ મળી આવ્યા હતા. એફ.એસ.એલ. પરીક્ષણ બાદ કુલ ૫૦.૫૨૦ કિલોગ્રામ વજન ધરાવતા વનસ્પતિજન્ય ગાંજાના છોડ (કિંમત ₹૨૫,૨૬,૦૦૦) તેમજ ₹૫૦૦ ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ ₹૨૫,૨૬,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ મામલે આરોપી રાજેશ મેણાત વિરુદ્ધ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એન્ટી નાર્કોટિક્સ વિંગના પી.આઈ. જી.આર. શર્મા, એ.એસ.આઈ. ઇમરાનખાન, પી.સી. નરેશભાઇ તેમજ એ.એચ.ટી.યુ. શાખાના એ.એસ.આઈ. જ્યોત્સનાબેન, એમ.ટી. શાખાના પી.સી. શૈલેષકુમાર અને ક્યુ.આર.ટી. (QRT) ટીમના જવાનો જોડાયા હતા.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર