રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ૧૯૫૦ આદિજાતિ ખેડૂતોને બિયારણ-ખાતર વિતરણ: રૂ. ૧ કરોડની સહાય મંજૂર

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ૧૯૫૦ આદિજાતિ ખેડૂતોને બિયારણ-ખાતર વિતરણ: રૂ. ૧ કરોડની સહાય મંજૂર

વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો શુભારંભ કરાવતા મંત્રી પી.સી. બરંડા

અરવલ્લી જિલ્લાના ભિલોડા સ્થિત એપીએમસી માર્કેટ ખાતે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજના (વર્ષ ૨૦૨૬-૨૭) હેઠળ આદિજાતિ ખેડૂતો માટે બિયારણ તેમજ ખાતર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માનનીય મંત્રી પી.સી. બરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.

રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા અમલી આ યોજના અંતર્ગત આદિજાતિ ખેડૂતો ઓછા ખર્ચે ગુણવત્તાસભર ખેત-ઉત્પાદન મેળવી શકે અને તેમની વાર્ષિક આવકમાં વધારો થાય તે દિશામાં નક્કર પગલાં લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લાના કુલ ૧,૯૫૦ આદિજાતિ ખેડૂતોને હાઈબ્રીડ મકાઈ, ચણા અને ઘઉંના સુધારેલા બિયારણની કીટ તથા ગુણવત્તાયુક્ત ખાતરનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજનાના સુચારુ અમલ માટે સરકાર દ્વારા જિલ્લા માટે કુલ રૂ. ૧.૦૦ કરોડની માતબર સહાય મંજૂર કરવામાં આવી છે. સમગ્ર યોજનાનું સંચાલન અને અમલીકરણ જી.એસ.એફ.સી. (GSFC) એગ્રોટેક દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વનબંધુઓના સર્વાંગી અને આર્થિક ઉત્થાન માટે કટિબદ્ધ છે. ખેતીમાં આધુનિક પદ્ધતિઓ, ઉત્કૃષ્ટ બિયારણ અને પોષક ખાતરનો ઉપયોગ કરી ધરતીપુત્રો મહત્તમ ઉત્પાદન મેળવી આર્થિક રીતે સક્ષમ બને તે જ આ યોજનાનો મૂળ ઉદ્દેશ છે. આદિજાતિ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ એ જ વનબંધુ કલ્યાણ યોજનાની વાસ્તવિક સફળતા છે તેમ જણાવી તેમણે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ, સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આદિજાતિ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સહાય મેળવનાર ખેડૂતોએ રાજ્ય સરકાર અને મંત્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર