રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

શામળાજીના અણસોલ ખાતે ચેકપોસ્ટના નવનિર્મિત મકાનનું મંત્રીના હસ્તે લોકાર્પણ

શામળાજીના અણસોલ ખાતે ચેકપોસ્ટના નવનિર્મિત મકાનનું મંત્રીના હસ્તે લોકાર્પણ

ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના અણસોલ આઉટપોસ્ટ ચેકપોસ્ટના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ગુજરાત સરકારના માનનીય રાજ્યકક્ષાના મંત્રી પી. સી. બરંડાના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, સંગઠનના હોદેદારો, પોલીસ વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.શામળાજી જેવા મહત્વપૂર્ણ વિસ્તારમાં પોલીસ માળખાકીય સુવિધાઓના વિકાસથી કાયદો અને વ્યવસ્થાની જાળવણીને વધુ મજબૂતી મળશે તેમજ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં મદદરૂપ થશે. ગુજરાત સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે પોલીસ વિભાગને આધુનિક અને સુવિધાસભર માળખું પૂરું પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ લોકાર્પણ તે દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું બની રહ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર