રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અરવલ્લી-સાબરકાંઠા બાઈક ચોરી: 'કાલબેલિયા ગેંગ'નો સાગરીત ઝડપાયો

અરવલ્લી-સાબરકાંઠા બાઈક ચોરી: 'કાલબેલિયા ગેંગ'નો સાગરીત ઝડપાયો

અરવલ્લી તેમજ સાબરકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી બાઈક ચોરીના ગુનાઓમાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા કુખ્યાત "કાલબેલિયા ગેંગ"ના સાગરીતને અરવલ્લી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના સીમલવાડા મુકામેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા નાસતા-ફરતા આરોપીઓ તેમજ લાલશાહી અને ગેઝેટમાં પ્રસિદ્ધ આરોપીઓને પકડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જેના પગલે અરવલ્લી એલસીબી પીઆઈ એમ.એચ. ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમે ખાનગી બાતમીદારો સક્રિય કર્યા હતા.

દરમિયાન એલસીબી ટીમ રાજસ્થાન રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતી. તે વખતે મળેલી ચોક્કસ બાતમીના આધારે સીમલવાડા ખાતેથી આરોપી નરેશભાઈ જોરાવર કનીપા (કાલબેલિયા) (મૂળ રહે. પગારા, તા. સીમલવાડા, જિ. ડુંગરપુર-રાજસ્થાન, હાલ રહે. ધોલવાણી ત્રણ રસ્તા, ભિલોડા, જિ. અરવલ્લી)ને કોર્ડન કરી રાઉન્ડઅપ કર્યો હતો. પોલીસે તેની સઘન પૂછપરછ કરતાં તેણે મોડાસા ટાઉન, મોડાસા રૂરલ, ભિલોડા તેમજ સાબરકાંઠાના ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલી બાઈક ચોરીઓની કબૂલાત કરી હતી. એલસીબી દ્વારા આરોપી સામે આગળની કાયદેસરની અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંદર્ભે સાબરકાંઠા પોલીસને પણ અલાયદી જાણ કરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર