રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

અરવલ્લી આયોજન અધિકારી વિવાદમાં: ગ્રાન્ટ મામલે તપાસના આદેશ અપાયા

અરવલ્લી આયોજન અધિકારી વિવાદમાં: ગ્રાન્ટ મામલે તપાસના આદેશ અપાયા

અરવલ્લી જિલ્લામાં સરકારી ગ્રાન્ટના વહીવટ અને વિકાસકીય કાર્યોને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. જિલ્લા આયોજન અધિકારીની કામગીરી અને ગ્રાન્ટના ઉપયોગમાં કથિત અનિયમિતતાઓ તથા પ્રાથમિક ક્ષતિઓ ધ્યાને આવતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સખત પગલાં લેવામાં આવ્યા છે. કલેક્ટર મિલિન્દ બાપનાએ આ મામલાને ગંભીરતાથી લઈને આયોજન અધિકારીની કામગીરીની તકેદારી તપાસના આદેશો જારી કર્યા છે.

પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, જિલ્લામાં ફાળવવામાં આવતી ગ્રાન્ટના નાણાંના વપરાશમાં નિયમોનું પાલન થયું છે કે નહીં અને તેમાં ક્યાંક બેદરકારી કે ગેરરીતિ આચરવામાં આવી છે કે કેમ, તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવશે. કલેક્ટર દ્વારા તપાસ સોંપાતા જિલ્લાના વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ તપાસના અહેવાલ બાદ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, જેનાથી ભ્રષ્ટાચાર આચરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

 

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર