રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ16 સપ્ટેમ્બર, 2026| Super Admin

પાટણ એલસીબીની મોટી કામગીરી: સમીમાં બિનવારસી બાળકીને ત્યજી દેનાર બે ઇસમ ઝડપાયા

પાટણ એલસીબીની મોટી કામગીરી: સમીમાં બિનવારસી બાળકીને ત્યજી દેનાર બે ઇસમ ઝડપાયા

સમીના કઠીવાડા પાસે બંધ જીનિંગ મીલમાં બિનવારસી બાળકીને ત્યજી દેનાર બે ઇસમોને પાટણ એલસીબી ટીમે ગણતરીના દિવસોમાં પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓએ પાટણ જીલ્લામાં બનેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ જે.જી.સોલંકી નાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ કામગીરીમાં હતા.તે દરમ્યાન સમી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૭૦૨૯૨૬૦૫૫૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ૨૦૨૩ની કલમ ૯૩ તથા ધી જુવેનાઇલ જસ્ટીસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ કલમ ૭૫ મુજબનો ગુન્હો ગત તા.૧૨/૦૯/૨૦૨૬ ના રોજ દાખલ થવા પામેલ હોઇ જે ગુન્હાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ તા.૧૨/૦૯/૨૦૨૬ ના રોજ સવારના આશરે આઠેક વાગ્યા પહેલાં કોઇપણ સમયે કઠીવાડા બસ સ્ટેન્ડથી સમી તરફ આશરે ૫૦૦ મીટર દુર આવેલ દીશા ઇન્ડસ્ટ્રીઝ નામની બંધ જીનિંગ મીલના દરવાજાના અંદરના ભાગે એક બાળકી અંદાજીત ઉંમર ૬ થી ૭ મહિનાનીને તેના અજાણી વ્યક્તિ દ્વારા ત્યજી દઇ જતાં રહી ગુન્હા કર્યા વિ. બાબતની હોઇ આ કામે ગુજરાત સરકારની ૧૧૨ જનરક્ષક ટીમ દ્વારા મળી આવેલ બાળકી બાબતે સંવેદના દાખવી તાત્કાલિક ધારપુર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ અને બાળ કલ્યાણ સમિતિ તથા પાટણ જીલ્લા પોલીસ દ્વારા મળી આવેલ બાળકીની દેખરેખ કરવામાં આવેલ.જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ પાટણ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તમામ રૂટના સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવેલ તેમજ મળી આવેલ.

 બાળકીની ઓળખ સારૂ તેના ફોટોગ્રાફ્સ સોશિયલ મિડીયા મારફતે વાયરલ કરવામાં આવેલ દરમ્યાન પાટણ એલ.સી.બી. ટીમે ટેકનિકલ વર્કઆઉટ તેમજ મળેલ બાતમી આધારે મુદ્દામાલ સાથે ૦૨ ઇસમોને પકડી પાડી તેઓ બન્નેની પુછપરછ કરતાં આ બન્ને જણાઓ વચ્ચે પ્રેમસબંધ હોઇ અને આ બાળકીના લીધે તેઓ બન્નેની વચ્ચે ઝઘડા થતાં હોઇ જેને કઠીવાડા પાસે તા.૧૧/૦૯/૨૦૨૬ ના સાંજના આશરે સાતેક વાગે બિનવારસી અવાવરૂ જગ્યાએ મુકી નાસી ગયેલ. જે ગુન્હાનો ભેદ ઉકેલી આગળની કાયદેસરની કાર્યવાહી સારુ સમી પો.સ્ટે. ખાતે સોંપવામા આવેલ છે. એલસીબી ટીમે પકડેલ આરોપીઓમાં પરેશભાઇ લગધીરભાઇ શામજીજી ઠાકોર રહે.નાથપુરા તા.ઓગડ જી.બનાસકાંઠા અને  રેખાબેન ડો/ઓફ બાબુભાઇ છનાભાઇ વાલ્મિકી રહે.દિયોદર, ઘટાડવાસ તા.દિયોદર જી.વાવ-થરાદ હોવાનુ જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર